જણાવીએ કે, આ પહેલા 27 માર્ચના રોજ આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જાહેરાત કરી હતી કે રેપો રેટમાં 0.75 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને તે 5.15 ટકાથી ઘટીને 4.4 ટકા કરવામાં આવ્યો છે. રેપો રેટ એ હોય છે જેના પર આરબીઆઈ બેંકોને લોન આપે છે માટે રેપો રેટ ઘટવાથી બેંકોનો લોન ખર્ચ સસ્તો થશે અને તેનાથી લોન લેનારાઓનો હપ્તો પણ સસ્તો થવાની આશા છે.
ઉપરાંત આરબીઆઈએ તમામ બેંકોને સલાહ આપી હતી કે તે ગ્રાહકો પાસેથી ત્રણ મહિના માટે ઈએમાઈ લેવાનું ટાળે. આરબીઆઈની આ એડવાઈઝરીને કારણેં બેંકોએ પોતાના ગ્રાહકોને ઈએમઆઈના મામલે રાહત આપી છે.