'રાષ્ટ્રવાદી નાગરિક પાર્ટી' ની હાજરી આસામ, ત્રિપુરા, બંગાળ અને નોર્થ-ઈસ્ટના કેટલાક વિસ્તારોમાં છે. 2023ની ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં પણ તેણે ઉમેદવાર ઉભા રાખ્યા હતા.
મમતા બેનર્જીને મોટો ફટકો: TMCના 20 સાંસદો આ પક્ષમાં જોડાશે, NDAને આપશે સમર્થન
tmc rebel mps merge ncp: બળવાખોર સાંસદોએ લોકસભા સ્પીકર ઓમ બિરલા સાથે મુલાકાત કરી અલગ બેઠક વ્યવસ્થા માંગી, અસલી TMC કોની તે મુદ્દે મામલો કોર્ટમાં પહોંચવાની પૂરી શક્યતા.

- બળવાખોરો 'અસલી TMC' હોવાનો કાનૂની દાવો પણ કરશે.
tmc rebel mps merge ncp: પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક બહુ મોટો અને ઐતિહાસિક ભૂકંપ આવ્યો છે. મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં અત્યાર સુધીનું સૌથી મોટું ભંગાણ પડ્યું છે. કાકોલી ઘોષ દસ્તીદારના નેતૃત્વમાં TMC ના 20 બળવાખોર સાંસદોએ શાસક પક્ષ NDA ગઠબંધનને ખુલ્લું સમર્થન આપવાની અને 'રાષ્ટ્રવાદી નાગરિક પાર્ટી' માં ભળી જવાની ઔપચારિક જાહેરાત કરી દીધી છે. આ તમામ સાંસદોએ લોકસભા સ્પીકર ઓમ બિરલા સાથે 1 કલાક લાંબી બેઠક કરીને સંસદમાં પોતાના માટે અલગ બેઠક વ્યવસ્થાની માંગણી કરી છે. જો સ્પીકર આ વિલીનીકરણને મંજૂરી આપશે તો લોકસભામાં વિપક્ષનું આખું ગણિત બદલાઈ જશે અને TMC ને 1998 માં તેની સ્થાપના બાદનો આ સૌથી મોટો રાજકીય ફટકો સાબિત થશે.
અમે જ અસલી TMC, કોર્ટ નક્કી કરશે: સુદીપ બંદોપાધ્યાય
સાંસદ કાકોલી ઘોષે સ્પષ્ટ કર્યું છે કે, તેઓ રાષ્ટ્રવાદી નાગરિક પાર્ટીમાં ભળી જશે અને વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં NDA નો હિસ્સો બનીને કામ કરશે. આ સાથે જ વરિષ્ઠ સાંસદ સુદીપ બંદોપાધ્યાયે પણ મોટો ધડાકો કરતા કહ્યું કે, "અમે રાષ્ટ્રવાદી નાગરિક પાર્ટી (જે એક માન્ય પ્રાદેશિક પક્ષ છે) સાથે વિલીનીકરણ તો કરી લીધું છે, પરંતુ અમે જ અસલી TMC છીએ તેવો કાનૂની દાવો પણ કરીશું. હવે કોર્ટ જ નક્કી કરશે કે વાસ્તવિક TMC કોની છે."
અભિષેક બેનર્જીએ સ્પીકરને લખ્યો પત્ર
આ હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે મમતા બેનર્જીના ભત્રીજા અને TMC ના વરિષ્ઠ નેતા અભિષેક બેનર્જીએ ડેમેજ કંટ્રોલ કરતા સ્પીકરને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે અપીલ કરી છે કે સ્પીકર પાર્ટીના કોઈપણ અલગ જૂથને માન્યતા ન આપે. તેમણે દલીલ કરી છે કે TMC એક અવિભાજ્ય અને એકલ રાજકીય પક્ષ છે, અને તેના કોઈપણ ભાગલા માન્ય ન રાખી શકાય.
આ પણ વાંચોઃ મમતા બેનર્જીના હાથમાંથી ગઈ TMC? 22 બળવાખોર સાંસદો ભાજપના નેતાને મળ્યા, કાલે સ્પીકરને મળીને....
#WATCH | Delhi: After meeting Lok Sabha Speaker Om Birla, Rebel TMC MP Kakoli Ghosh Dastidar says, "We, the twenty MPs elected from the AITC, met the Speaker and submitted a letter requesting to sit separately; these twenty MPs constitute more than two-thirds of our total… https://t.co/9rbLSAmmwQ pic.twitter.com/XIOlUMGSsY
— ANI (@ANI) June 14, 2026
રાષ્ટ્રવાદી નાગરિક પાર્ટી શું છે અને ડીલ ક્યારે થઈ?
તમને જણાવી દઈએ કે, 'રાષ્ટ્રવાદી નાગરિક પાર્ટી' ની હાજરી આસામ, ત્રિપુરા, બંગાળ અને નોર્થ-ઈસ્ટના કેટલાક વિસ્તારોમાં છે. 2023 ની ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં પણ કૈલાશહર બેઠક પરથી આ પાર્ટીએ જહાંગીર અલીને ટિકિટ આપી હતી. સૂત્રોનું માનીએ તો, જ્યારે આ બળવાખોર સાંસદોએ કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ સાથે બેઠક કરી હતી, ત્યારે જ આ મર્જરનો પ્લાન ઘડાઈ ગયો હતો. આ બેઠકમાં ત્રિપુરાના ભાજપ સાંસદ બિપ્લબ કુમાર દેબ પણ હાજર રહ્યા હોવાની માહિતી સામે આવી છે.
TMC ના 20 બળવાખોર સાંસદોની યાદી
આ બળવામાં મમતા બેનર્જીના ઘણા નજીકના અને દિગ્ગજ નેતાઓ સામેલ છે, જેમના નામ નીચે મુજબ છે:
કાકોલી ઘોષ
શતાબ્દી રોય
બાપી હલદર
શર્મિલા સરકાર
પ્રસુન બંદ્યોપાધ્યાય
જગદીશ બર્મા બસુનિયા
અસિતકુમાર માલ
અરૂપ ચક્રવર્તી
રચના બેનર્જી
સયોની ઘોષ
ખલીલુર્રહમાન
અબુ તાહિર ખાન
યુસુફ પઠાણ
મિતાલી બાગ
માલા રોય
કાલિપદા સોરેન
દિપક અધિકારી
જૂન માલિયા
પાર્થ ભૌમિક
સુદીપ બંદોપાધ્યાય
આ પણ વાંચોઃ શિવસેનામાં ફરી ભંગાણ? પક્ષ પલટાની અફવાઓ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ બોલાવી સાંસદોની બેઠક
Frequently Asked Questions
'રાષ્ટ્રવાદી નાગરિક પાર્ટી' કયા વિસ્તારોમાં સક્રિય છે?






















