Harnaaz Sandhu Crowned Miss Universe 2021: ભારતની હરનાઝ સંધુએ મિસ યુનિવર્સ 2021નો ખિતાબ અને તાજ જીત્યો છે. હરનાઝ સંધુએ મિસ યુનિવર્સ 2021નો તાજ પહેર્યો છે: ભારતની હરનાઝ સંધુએ મિસ યુનિવર્સ 2021નો ખિતાબ અને તાજ જીત્યો છે. હરનાઝ સંધુએ  21 વર્ષની ઉંમરે આ ખિતાબ જીત્યો છે અને તે પંજાબની રહેવાસી છે.


21 વર્ષ પછી ભારતે જીત્યો ખિતાબ
21 વર્ષના લાંબા સમય પછી હરનાઝ સંધુએ આ તાજ જીતીને ભારતને ગૌરવ અપાવ્યું છે. આ વર્ષે 12 ડિસેમ્બરે ઇઝરાયેલમાં 70મી મિસ યુનિવર્સ સ્પર્ધા યોજાઇ હતી. હરનાઝ સંધુ પહેલા માત્ર બે ભારતીયોએ મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો છે . સુષ્મિતા સેને 1994માં અને લારા દત્તાએ 2000માં આ ખિતાબ જીત્યો છે.


શું કરે છે હરનાઝ
હરનાઝે 2017માં ટાઇમ્સ ફ્રેશ ફેસ બેક સાથે તેની સૌંદર્ય સ્પર્ધાની શરૂઆત કરી હતી. 21 વર્ષની દિવા હાલમાં પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર્સ કરી રહી છે. તેણીએ ફેમિના મિસ ઈન્ડિયા પંજાબ 2019 જેવા ઘણા પેજન્ટ ટાઇટલ પણ જીત્યા છે. આ સાથે તેણે ઘણી પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.


હરનાઝને મિસ યુનિવર્સ 2021 પેઝન્ટ માટે ટોપ ફેવરિટ તરીકે ગણવામાં આવી હતી. આ વખતે આ સ્પર્ધા ઈઝરાયેલના ઈલિયટમાં યોજાઈ હતી અને આ વખતે તેને મેદાન મારતા મિસ યુનિવર્સનો તાજ પોતાના નામ કર્યો છે.


આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તૈયારી કરવાના તેના મોટા પડકાર વિશે વાત કરતાં હરનાઝે કહ્યું, 'મારા અને મારી ટીમ માટે સૌથી મોટો પડકાર એ હતો કે મારી જીત પછી (LIVA મિસ દિવા યુનિવર્સ 2021 તરીકે), અમારી પાસે મિસ યુનિવર્સ માટે તૈયારી કરવા માટે માત્ર એક મહિનાનો સમય હતો. . આટલા ઓછા સમયમાં મને તૈયાર કરવો એ એક મોટો પડકાર હતો. ટીમ અને મેં અમારું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું.


 


આ પણ વાંચો


Kashi Vishwanath Corridor: PM મોદી આજે જે કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કરી રહ્યાં છે, તેની વિશેષતા શું છે જાણો


 Kashi Vishwanath Corridor: PM મોદીનો બનારસને લઈને સૌથી મોટો સંકલ્પ પૂર્ણ, આજે કાશી વિશ્વનાથ કોરિડોરનું કરશે ઉદ્ઘાટન, જાણો શું સંપૂર્ણ કાર્યક્રમ


Petrol Diesel Rate Today 13 December 2021: જાહેર થઇ પેટ્રોલ ડિઝલની નવી કિંમત, જાણો આપના શહેરમાં શું છે રેટ


Omicron: દેશમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના 5 નવા કેસ, આ રાજ્યોમાં મળ્યા સંક્રમિત દર્દીઓ, કુલ કેસની સંખ્યા થઈ 38