નવી દિલ્લી: બે હજાર કરોડ રૂપિયાના આંતરરાષ્ટ્રીય ડ્રગ કૌભાંડ કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. કેસના મુખ્ય સાક્ષી જય મુખીએ આરોપ લગાવ્યો છે કે મમતા કુલકર્ણીનું નામ લેવા માટે તેના પણ દબાણ કરવામાં આવ્યું હતું.

મુંબઈ પાસે થાણેમાં બે હજાર કરોડના ડ્રગ રેકેટના બહાર આવ્યા બાદ મમતા કુલકર્ણીનું નામ ચર્ચામાં હતું. પોલીસે મમતા અને તેના કથિત પતિ વીકી ગોસ્વામીને રેકેટના માસ્ટરમાઈંડ ગાણાવી રહી હતી.

પોલીસે આ માટે જય મુખી નામના એક સાક્ષીને કોર્ટમાં રજૂ કર્યો હતો. જય મુખીના નિવેદનના આધારે પોલીસે જણાવ્યું કે જાન્યુઆરી 2016માં કેન્યાના મોમ્બાસામાં થયેલી મીટિંગમાં એવોન કંપનીના અધિકારીઓ અને વીકી ગોસ્વામી વચ્ચે દર મહિને 1000 કરોડની 10 ટન એફિડરીન ડ્રગ સપ્લાઈ કરાવનો કરાર થયો હતો. આ દરમિયાન મમતા પણ ત્યાં હાજર હતી.

હવે આ કેસના સાક્ષીએ પોતાનું નિવેદન ફેરવી તોળતા નવો વળાંક આવ્યો છે. જયે આરોપ લગાવ્યો છે કે પોલીસે મમતાનું નામ લેવા માટે તેના પર દબાણ કર્યુ હતું.

જય મુખીએ થાણેને એનડીપીએસ કોર્ટમાં અરજી કરી કહ્યું કે કસ્ટડી દરમિયાન મને મારવામાં આવ્યો અને ઈલેક્ટ્રીક શોક આપવામાં આવ્યા હતા. જો હું મમતા કુલકર્ણીનું નામ નહિ લઉ તો મારી બહેન અને જીજાજીની ધરપકડ કરવામાં આવશે. મારા માતા-પિતાને પણ નિવેદન આપવા માટે દબાણ કરતા હતા. આથી મે મેજિસ્ટ્રેટ સામે મમતાનું નામ લીધું હતું.

જયનું કહેવું છે કે તે ક્યારેય મમતાને મળ્યો પણ નથી.