સામાન્ય વર્ગને આપેલ અનામત SC, ST, OBCના અધિકારો પર હુમલો છેઃ લાલુ પ્રસાદ યાદવ
abpasmita.in
Updated at:
07 Feb 2019 09:09 PM (IST)
NEXT
PREV
પટણાઃ આરજેડીના વડા લાલુ પ્રસાદ યાદવે સામાન્ય વર્ગમાં આર્થિક રીતે નબળા લોકોને આપવામાં આવેલી 10 ટકા અનામતની ટીકા કરી હતી. લાલુએ આ નવા અનામતને એસસી, એસટી, ઓબીસીના બંધારણીય અધિકારો પર ખૂબ ઘાતક હુમલો ગણાવ્યો હતો. લાલુની આ ટિપ્પણી એવા દિવસોમાં આવી છે જ્યારે તેમનો નાનો દીકરો અને તેમનો રાજકીય ઉત્તરાધિકારી તેજસ્વી યાદવ ઉત્તર બિહારના દરભંગાથી બેરોજગારી હટાઓ, અનામત બચાવો યાત્રા શરૂ કરી રહ્યા છે. આરજેડી વડાએ ટ્વિટર પર લખ્યું કે, 10 ટકા અનામત એસસી, એસટી અને ઓબીસીના બંધારણીય અધિકારો પર ખૂબ ઘાતક હુમલો છે. લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે, આ જાતિ આધારીત અનામતને ખત્મ કરવાની દિશામાં પ્રથમ પગલું છે. 50 ટકા અનામતની સીમા તોડવામાં આવી છે તો સરકાર એસસી, એસટી અને ઓબીસીમાં તેમની જનસંખ્યાની સરખામણીએ અનામત તેમ વધારી રહી નથી.
ઘાસચારા કૌભાંડ સાથે જોડાયેલા એક મામલામાં એક વર્ષથી વધુ સમય સુધી જેલમાં બંધ આરજેડીના વડાએ પોતાના સતાવાર ટ્વિટર પર ટિપ્પણીઓ કરી હતી. જેને તેમના નજીકના માણસો સંચાલિત કરે છે. લાલુએ નીતિશ કુમારને અનામત ખત્મ કરવાના ભાજપના કાવતરામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો.

- - - - - - - - - Advertisement - - - - - - - - -