નવી દિલ્હીઃ દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર મળી આવેલી શંકાસ્પદ કારને લઇને મોટો ખુલાસો થયો છે. મુકેશ અંબાણીના મુંબઇ સ્થિત ઘર એન્ટીલિયાની બહાર એક સંદિગ્ધ કાર મળી આવી હતી, હાલ તેની તપાસ ચાલુ છે, અને આ તપાસ મુંબઇની ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે.


અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યુ છે, તે પ્રમાણે ખુલાસો થઇ રહ્યો છે કે કાર પર લાગેલી નંબર પ્લેટ પણ નકલી છે અને ગાડીમાંથી બીજી નકલી નંબર પ્લેટ પણ મળી આવી છે. હજુ સુધી ખબર નથી પડી શકી કે ગાડી ક્યાં અને કોણે પાર્ક કરી. પરંતુ આજુબાજુ સીસીટીવી કેમેરા લાગેલા છે જેથી આરોપીઓની ઓળખ બહુ જલ્દી થઇ શકે છે. આ માટે અલગ અલગ 10 ટીમોને કામ લગાડવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સંદિગ્ધ સ્કૉર્પિયોમાંથી એક ચિઠ્ઠી પણ મળી છે. કૉમ્પ્યુટરથી ટાઇપ કરવામાં આવેલી આ ચિઠ્ઠીમાં 'જોઇ લેજો' જેવા શબ્દો પણ છે. જે બેગમાં આ ચિઠ્ઠી રાખવામાં આવી હતી જેના પર મુંબઇ ઇન્ડિયન્સ લખેલુ હતુ. ચિઠ્ઠીમાં લખેલુ છે કે 'મુકેશ ભૈય્યા, નીતા ભાભી, યહ તો એક ઝલક થી, અગલી બાર સામાન પુરા હોકર આયેગા, પરિવાર કો ઉડાને કા બંદોબસ્ત હો ગયા હૈ, સંભલ કર રહના. ગુડ નાઇટ.'

ખાસ વાત છે કે આ ઉપરાંત ગાડીમાંથી જિલેટિનની 20 છડે મળ્યા હતા, જેનાથી મોટો વિસ્ફોટ કરવામાં આવી શકે છે.

(પ્રતિકાત્મક તસવીર)