મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં એક ભયાનક રોડ અકસ્માતની ઘટના બની છે શુક્રવારે સવારે લગ્ન સમારોહમાંથી લોકોને લઈ જઈ રહેલી હાઈસ્પીડ બસ પલટી જતાં પાંચ લોકોના મોત થયા હતા. જ્યારે 27 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસે આ અકસ્માત અંગે માહિતી આપી છે.


વળાંક પર બસ પલટી ગઈ હતી


એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ અકસ્માત સવારે 9.15 વાગ્યે માનગાંવ નજીક તામહિની ઘાટ પર થયો હતો. બસ પુણેના લોહેગાંવથી મહાડના બિરવાડી તરફ જઈ રહી હતી. ત્યારે એક વળાંક પર ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. આ પછી બસ પલટી મારી ગઈ હતી. બસે પલટી મારતા 5 લોકોના મોત થયા છે. 






મૃતકોની ઓળખ 


પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં બે પુરૂષ અને ત્રણ મહિલાઓ સહિત પાંચ લોકોના મોત થયા છે. 27 ઘાયલ લોકોને માનગાંવ ગ્રામીણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ચાર મૃતકોની ઓળખ સંગીતા જાધવ, ગૌરવ દરાડે, શિલ્પા પવાર અને વંદના જાધવ તરીકે થઈ છે, જ્યારે એક વ્યક્તિની ઓળખ થઈ શકી નથી.


નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટતા થયા હતા 13નાં મોત


ગેટવે ઓફ ઈન્ડિયા પાસે મુસાફરો ભરેલી બોટ અચાનક પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 13 લોકોના મોત થયા હતા અને 101 મુસાફરોને બચાવી લેવામાં આવ્યા હતા. આ અકસ્માત સાંજે 5.30 વાગ્યાની આસપાસ થયો હતો. 


ગેટવે ઓફ ઈન્ડિયાથી મુંબઈના એલિફન્ટા ટાપુ પર મુસાફરોને લઈને જતી બોટ બુધવારે ટક્કર બાદ પલટી ગઈ હતી. મળતી માહિતી મુજબ નેવીની એક સ્પીડ બોટ પેસેન્જર જહાજ સાથે અથડાઈ હતી. અકસ્માતનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં બોટ પાણીમાં ડૂબતી જોવા મળી રહી છે. વીડિયોમાં લાઈફ જેકેટ પહેરેલા લોકો મુસાફરોને બચાવતા જોવા મળે છે.


સીએમ દેવેન્દ્ર ફડણવીસે માહિતી આપી છે કે નૌકાદળની બોટ નીલકમલ નામના પેસેન્જર જહાજ સાથે અથડાઈ હતી. હાલમાં 101 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને 13 લોકોના મોત થયા છે, જેમાં 10 નાગરિકો અને ત્રણ નૌસૈનિકનો સમાવેશ થાય છે.        


Jaipur CNG Truck Blast: જયપુરમાં CNG ટ્રકમાં થયો બ્લાસ્ટ,5ના મોત,અનેક લોકો દાઝી ગયા