Water Pipeline Bursts in Maharashtra: મહારાષ્ટ્રના યવતમાલમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે જમીનને ફાડીને પાણી તેજ ગતિએ ઉપર તરફ આવી રહ્યું છે., શનિવારે (4 માર્ચ) રસ્તાની વચ્ચે પાણીની પાઈપલાઈન ફાટી ગઈ હતી. પાઈપલાઈન ફાટવાને કારણે રસ્તાઓ ખુલી ગયો હતો અને સ્કૂટર પર સવાર એક મહિલા પાણીના જોરદાર પ્રવાહમાં ફસાઈ ગઈ હતી. આ ઘટના યવતમાલ વિદર્ભ હાઉસિંગ સોસાયટી પાસે બની હતી.


સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે જમીનની નીચેથી પાણી નીકળ્યા બાદ રોડ ધસી ગયો છે. વીડિયોમાં ગુલાબી કપડામાં એક મહિલા પણ તેની સ્કૂટી પર આવી રહી છે, જે પાણીના પ્રવાહમાં ફસાઈ ગઈ હતી. આ ઘટનામાં તે પાણીના વહેણ સાથે અથડાઈને ઘાયલ થઈ ગઈ હતી.






ચારે બાજુ પાણી..પાણી... 


ઘટનાની પ્રત્યક્ષદર્શી પૂજા બિસ્વાસે જણાવ્યું કે તે ફોન પર વાત કરી રહી હતી ત્યારે તેણે જોયું કે ભૂગર્ભ પાઇપલાઇનમાં વિસ્ફોટ થવાને કારણે રસ્તામાં તિરાડ પડી ગઈ હતી. અને પાણીનો એટલો ઉંચો ફુવારો જમીન તોડીને બહાર નીકળી રહ્યો હતો..રસ્તા પર પાણી પાણી જોવા મળી રહ્યું હતું.. પહેલી નજરે તો શું થઇ રહ્યું છે તે ખબર જ ના પડી.


આવી જ એક ઘટના બરેલીમાં પણ બની હતી.


અહેવાલો અનુસાર, સ્કૂટી પર સવાર મહિલાને સ્થાનિક લોકોએ બચાવી હતી. અગાઉ 2020 માં, પશ્ચિમ ઉત્તર પ્રદેશના બરેલીમાં આવી જ એક ઘટના પ્રકાશમાં આવી હતી જ્યારે છતની પાઇપલાઇન અચાનક ફાટી જતાં વરસાદી પાણી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ભરાઈ ગયું હતું.


આ પણ વાંચો: હોળી પહેલા 10 રાજ્યોમાં પડી શકે છે વરસાદ,  દિલ્હી-NCRમાં ખુશનુમા વાતાવરણ


Imd Alert:  હોળી નજીકમાં છે ત્યારે ફરી એકવાર ઘણા રાજ્યોમાં હવામાન બદલાવા જઇ રહ્યું છે. IMDએ 10 રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને પાંચ રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વાવાઝોડાનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. પર્વતીય રાજ્યો ઉત્તરાખંડ, હિમાચલ અને જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા ચાલુ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી અને NCRમાં પણ હવામાન બદલાઈ શકે છે.


હવામાન વિભાગે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વાવાઝોડાની ચેતવણી જારી કરી છે. આ સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, આંદામાન-નિકોબાર, સિક્કિમ અને મેઘાલયમાં છૂટોછવાયો વરસાદ ચાલુ રહી શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી અહીં વરસાદ પડી રહ્યો છે.


પહાડી રાજ્યોમાં હિમવર્ષા


IMDનું કહેવું છે કે હિમાચલ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરના ઊંચા વિસ્તારોમાં હિમવર્ષા ચાલુ રહી શકે છે. આગામી કેટલાક દિવસો સુધી અહીં તાપમાન વધવાની શક્યતા ઓછી છે.


દિલ્હી, પંજાબ સહિત ઘણા રાજ્યોમાં તાપમાન


હવામાન વિભાગનું કહેવું છે કે દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ અને ઉત્તર રાજસ્થાનમાં મહત્તમ તાપમાન 28 થી 32 ડિગ્રી સુધી રહી શકે છે.


તાપમાન 5 ડિગ્રી સુધી વધી શકે છે


દક્ષિણ રાજસ્થાન, પૂર્વ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડમાં મહત્તમ તાપમાનમાં 2 થી 5 ડિગ્રીનો વધારો થઈ શકે છે. અહીં મહત્તમ તાપમાન 32 થી 35 ડિગ્રી સુધી રહી શકે છે.


કેવું રહેશે દિલ્હી-NCRમાં હવામાન? 


હોળી નજીક છે અને દિલ્હી-એનસીઆરમાં હવામાન બદલાઈ રહ્યું છે. IMD અનુસાર, દિલ્હીમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે. અહીં મહત્તમ તાપમાન 28 થી 32 ડિગ્રી સુધી રહી શકે છે. જ્યારે લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સુધી રહેશે. આગામી બે-ત્રણ દિવસ સુધી વાતાવરણ આવું જ રહી શકે છે.