Inside Pics Of Anant Ambani Roka Ceremony: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીની આજે એટલે કે 29 ડિસેમ્બરે રાધિકા મર્ચન્ટ સાથે રોકા થઇ ગયું, કપલની રોકા સેરેમની રાજસ્થાનના નાથદ્વારામાં સ્થિત શ્રીનાથજી મંદિરમાં થઇ, હવે અનંત અને રાધિકાના સેરેમનીની ઇનસાઇડ તસવીરો સામે આવી છે. 


સામે આવી આવી રોકા સેરેમનીની ઇનસાઇડ તસવીરો - 
ન્યૂઝ એજન્સી એએનઆઇના ટ્વીટર એકાઉન્ટ પર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની તસવીરો શેર કરી છે, જેમાં દેખી શકાય છે કે શ્રીનાથજી મંદિરની બહાર તેનુ સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમીટેડના ડાયરેક્ટર, ગુજરાત સ્ટેટ ફૂટબૉલ એસોસિએશનના પ્રેસિડેન્ટ પરિમલ નથવાણીએ સોશ્યલ મીડિયા પર અનંત અને રાધિકાને અભિનંદન આપ્યા છે.  






પરિમલ નથવાણીએ કર્યુ ટ્વીટ -
પરિમલ નથવાણીએ ટ્વીટર એકાઉન્ટ પર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની એક તસવીર પૉસ્ટ કરતાં લખ્યું- નાથદ્વારાના શ્રીનાથજી મંદિરમાં રોકા સમારોહ માટે અનંત અને રાધિકાને ખુબ ખુબ અભિનંદન, ભગવાન શ્રીનાથજીની કૃપા તમારી પર હર હંમેશા બની રહે. 


જાણો કોણ રાધિકા મર્ચન્ટ ? 
રાધિકા મર્ચન્ટ વિશે બહુ ઓછા લોકો જાણે છે, તે ખરેખરમાં મુકેશ અંબાણીના નજીકના મિત્ર વીરેન મર્ચન્ટની દીકરી છે, અનંત અબાણી અને રાધિકા મર્ચન્ટ છેલ્લા કેટલાય વર્ષોથી એકબીજાને જાણે છે, અને રિલેશનશીપમાં પણ છે. રાધિકા મર્ચન્ટ આ વર્ષે ચર્ચામાં ત્યારે આવી જ્યારે તેના અરંગેત્રમ સમારોહ ભવ્યતાની સાથે મુકેશ અંબાણીએ આયોજિત કર્યો.






રાધિક મર્ચન્ટના પરિવારની વાત કરીએ તો, તે મુકેશ અંબાણીના દોસ્ત વીરેન મર્ચેન્ટની દીકરી છે, અને વીરેન મર્ચન્ટ અત્યારે એનકૉર હેલ્થકેરના સીઇઓ છે. રાધિક મર્ચન્ટના માતાનુ નામ શાઇલા મર્ચન્ટ છે. 


રાધિકા મર્ચન્ટના એજ્યૂકેશનની વાત કરીએ તો, તે ઇકોનૉમિક્સમાં બેચલર્સની ડિગ્રી પુરી કરી ચૂકી છે. તેના આ ડિગ્રી ન્યૂયૉર્કમાંથી મેળવી છે. આની સાથે તે એક જાણીતી ક્લાસિકલ ડાન્સર પણ છે. તેને ભારત ઉપરાંત અન્ય દેશોમાં ક્લાસિકલ ડાન્સમાં પણ ભાગ લીધો છે. તેને ગુરુ ભાવના ઠક્કર પાસેથી નૃત્યનું શિક્ષણ લીધુ છે.






છેલ્લા કેટલાય મહિનાઓથી આ સગાઇને લઇને કયાસ લગાવવામાં આવી રહ્યાં હતા, જે હવે સાચી સાબિત થઇ છે, હવે જલદી રાધિક મર્ચન્ટ અંબાણી પરિવારની નાની વહુરાણી બનવાની છે. અનંત અને રાધિકાના રોકા શ્રીનાથજી મંદિરમાં સંપન્ન થયા છે.