સચિન પાયલટે ટ્વિટ કરીને કહ્યું કે, મારો કોવિડ-19 ટેસ્ટ પૉઝિટિવ આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં જે પણ મારા સંપર્કમાં આવ્યા હોય તે મહેરબાની કરીને પોતાનો ટેસ્ટ કરાવે. હું ડોક્ટરોની સલાહ લઈ રહ્યો છું. મને આશા છે કે હું જલ્દીજ સ્વસ્થ થઈ જઈશ.
રાજસ્થાનમાં ગુરુવારે કોરોના વાયરસથી વધુ 13 લોકોના મોત થયા હતા. તેની સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 2032 પર પહોંચી ગયો છે. જ્યારે 2176 નવા કેસ સામે આવ્યા બાદ રાજ્યમાં સંક્રમિત લોકોની સંખ્યા 2,19,327 થઈ ગઈ છે.