Agnipath Scheme Protest: સેનામાં ભરતીના નવા નિયમ સામે જ્યાં એક તરફ અનેક રાજ્યોના યુવાનો રસ્તા પર પ્રદર્શન કરીને પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. બીજી તરફ હવે આ યુવાનોને ખેડૂત સંગઠનોનું સમર્થન પણ મળ્યું છે. સંયુકત કિસાન મોરચા (SKM)એ 24 જૂને દેશવ્યાપી વિરોધની જાહેરાત કરી છે. આ પ્રદર્શનની જાહેરાત કરનાર ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ટ્વિટ કરીને કહ્યું કે, '24 જૂને અગ્નિપથ યોજના વિરુદ્ધ દેશભરમાં જિલ્લા-તાલુકાના મુખ્યાલયો પર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.


તેમણે કહ્યું કે, વિરોધ કરવાનો નિર્ણય કરનાલમાં એસકેએમની સંકલન સમિતિની બેઠક દરમિયાન લેવામાં આવ્યો હતો. ટિકૈતે શુક્રવારે પ્રદર્શન માટે યુવાનો, નાગરિક સંસ્થાઓ અને રાજકીય પક્ષોના સમર્થનની વિનંતી કરી છે. ભારતીય કિસાન યુનિયન (BKU)ના રાષ્ટ્રીય પ્રવક્તા ટિકૈટે ટ્વીટ કર્યું, "યુવાનો, નાગરિક સંગઠનો, પક્ષોને એકત્રીત થવાની અપીલ છે. ભારતીય કિસાન યુનિયનનું 30 જૂને યોજાનાર પ્રદર્શન 24 જૂને યોજાશે.


ભારતીય કિસાન યુનિયન (BKU), ટિકૈતના સંગઠને અગાઉ 30 જૂને અગ્નિપથ યોજના સામે વિરોધનું આહ્વાન કર્યું હતું. BKU એ કૃષિ કાયદા વિરુદ્ધ SKMની આગેવાની હેઠળ થયેલા આંદોલનનો ભાગ હતું. આ આંદોલન બાદ કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ કાયદાઓ પાછા ખેંચી લેવામાં આવ્યા હતા.






આ પણ વાંચોઃ


Cable Car Mishap: હિમાચલના પરવાણુંમાં કેબલ કાર ટ્રોલીમાં ખામી, 11 મુસાફરો હવામાં લટકી રહ્યાં છે, જુઓ રેસ્ક્યુનો દિલધડક Video


મિશન ગુજરાત 2022 : ભાજપે ઉત્તર ગુજરાત બાદ સૌરાષ્ટ્ર ઝોનની 48 બેઠકો પર પ્રભારી જાહેર કર્યા, જુઓ લિસ્ટ


Agnipath Recruitment Notification 2022: સેનાએ અગ્નિવીરોની ભરતી અંગે જાહેરનામું બહાર પાડ્યું, જુલાઈમાં શરૂ થશે રજિસ્ટ્રેશન