Sanjay Nirupam Statement: લોકસભા ચૂંટણી પહેલા એક્શનમાં કોંગ્રેસ, આ દિગ્ગજ નેતાને પાર્ટીમાંથી હાકી કાઢવાનો તખ્તો તૈયાર

Sanjay Nirupam Statement: કોંગ્રેસે સંજય નિરુપમને તેમની સતત પાર્ટી વિરોધી ગતિવિધિઓને કારણે સ્ટાર પ્રચારકોની યાદીમાંથી હટાવવાનો નિર્ણય કર્યો છે. સંજય નિરુપમને કોંગ્રેસમાંથી હાંકી કાઢવાનો પ્રસ્તાવ દિલ્હી મોકલવામાં આવશે.

Continues below advertisement

Sanjay Nirupam Statement:  મહારાષ્ટ્રમાં કોંગ્રેસે પાર્ટીના નેતા સંજય નિરુપમ વિરુદ્ધ મોટો નિર્ણય લીધો છે. કોંગ્રેસે સંજય નિરુપમને તેમની સતત પાર્ટી વિરોધી ગતિવિધિઓને કારણે સ્ટાર પ્રચારકોની યાદીમાંથી હટાવવાનો નિર્ણય કર્યો છે. સંજય નિરુપમને કોંગ્રેસમાંથી હાંકી કાઢવાનો પ્રસ્તાવ દિલ્હી મોકલવામાં આવશે. સંજય નિરુપમની કાર્યવાહી દિલ્હી સ્તરે નક્કી કરવામાં આવશે.

Continues below advertisement

 

સંજય નિરુપમના સતત પક્ષ વિરોધી વલણને કારણે તેમની હકાલપટ્ટી કરવાનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. હવે કોંગ્રેસ શિસ્ત સમિતિ આ અંગે નિર્ણય લેશે. મુંબઈના દાદરમાં તિલક ભવનમાં કોંગ્રેસની બેઠક ચાલી રહી છે. કોંગ્રેસના નેતા સંજય નિરુપમ અંગે મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે, તેમનું નામ સ્ટાર પ્રચારકોમાં હતું, જે રદ કરવામાં આવ્યું છે. તેઓ જે પ્રકારના નિવેદનો આપી રહ્યા છે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, કોંગ્રેસ નેતા સંજય નિરુપમ ઉદ્ધવ ઠાકરે દ્વારા એકતરફી ઉમેદવાર ઉતારવાથી નારાજ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ સંજય નિરુપમે પોતાની જ પાર્ટીના ટોચના નેતૃત્વ પર આકરા પ્રહારો કર્યા છે. નિરુપમે કોંગ્રેસ પર મહાવિકાસ અઘાડી સમક્ષ ઘૂંટણિયે પડવાનો આરોપ લગાવ્યો છે.

ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાએ આગામી લોકસભા ચૂંટણી માટે અત્યાર સુધીમાં 21 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. આ યાદીમાં મુંબઈ નોર્થ વેસ્ટ પણ સામેલ છે. સંજય નિરુપમે આ બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે, શિવસેના (UBT)એ આ બેઠક પરથી અમોલ કીર્તિકરને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. આનાથી સંજય નિરુપમ નારાજ થઈ ગયા અને પોતાની જ પાર્ટીને અલ્ટીમેટમ આપી દીધું. અમોલ કીર્તિકર શિવસેના સાંસદ ગજાનન કીર્તિકરના પુત્ર છે. નિરુપમે અમોલ કીર્તિકરની ઉમેદવારીની નિંદા પણ કરી હતી.

નિરુપમે અફસોસ વ્યક્ત કરતા કહ્યું, એવું લાગે છે કે ટોચનું નેતૃત્વ તેના કાર્યકરોની દુર્દશા પ્રત્યે ઉદાસીન છે. જ્યારે કોંગ્રેસ સમાજના તમામ વર્ગો માટે ન્યાયનો ઉપદેશ આપે છે, તે તેના પોતાના કાર્યકરો સાથે અન્યાય કરે છે.

Continues below advertisement
Sponsored Links by Taboola