Sardar Patel Birth Anniversary: સરદાર પટેલની જયંતિ પર પીએમ મોદીએ દેશને લેવડાવ્યા એકતાના શપથ, કેવડિયામાં થઇ પરેડ
Sardar Vallabhbhai Patel 150th Birth Anniversary: ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે

Sardar Vallabhbhai Patel 150th Birth Anniversary: સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને પુષ્પાંજલિ અર્પણ કરી. આ પ્રસંગે તેમણે લોકોને એકતાના શપથ પણ લેવડાવ્યા. દર વર્ષે 31 ઓક્ટોબરે લોખંડી પુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે, સરદાર પટેલની 150મી જન્મજયંતિ છે, અને તેથી આ પ્રસંગ ભવ્ય રીતે ઉજવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગ નિમિત્તે ગુજરાતના એકતા નગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકતાના શપથ લીધા
ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે. ગુજરાતના કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમણે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી અને લોકોને એકતાના શપથ લેવડાવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે સરદાર પટેલ સંપૂર્ણપણે જનસેવા માટે સમર્પિત હતા. પટેલ એકતા અને અખંડિતતાના પ્રતીક હતા. તેમને રાષ્ટ્રની એકતાના શિલ્પી પણ કહી શકાય. પીએમ મોદીએ કહ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલે દેશની એકતાનો પાયો નાખ્યો. તેમણે નાના સ્વતંત્ર પ્રાંતોને એક કર્યા અને એક મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કર્યું. તેમનું યોગદાન દરેક ભારતીય માટે પ્રેરણારૂપ છે.
#WATCH एकता नगर, गुजरात: प्रधानमंत्री नरेंद्र मोदी ने सरदार वल्लभभाई पटेल की 150वीं जयंती पर 'राष्ट्रीय एकता दिवस' परेड देखी।
— ANI_HindiNews (@AHindinews) October 31, 2025
(सोर्स: डीडी न्यूज) pic.twitter.com/wkgrLD715j
હરિયાણાના મુખ્યમંત્રીએ 'રન ફોર યુનિટી'ને લીલી ઝંડી આપી
ફતેહાબાદ: હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે 'રન ફોર યુનિટી'ને લીલી ઝંડી આપી અને ભાગ લેનારાઓ પર ફૂલોનો વરસાદ કર્યો.
CRPF અને BSFના જવાનો પરેડમાં
ઓપરેશન સિંદૂરના BSFના 16 પદક વિજેતા અને CRPFના પાંચ શૌર્ય ચક્ર વિજેતા જવાનો પણ ખુલ્લી જીપ્સીમાં આ પરેડમાં જોડાયા. ગુજરાતની બે શાળા દ્વારા એકતા નગરમાં વંદે માતરમના સૂર રેલાવામાં આવ્યા. જેમાં ઢોલ, નગારા અને કરતાલ જેવા અનેક પ્રાચીન વાંજિત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વંદે માતરમથી આખું એકતા નગર ગૂંજી ઉઠ્યું છે. એકતાનગર ખાતે આજે પ્રજાસત્તાક દિવસની જેમ જ એક વિશિષ્ટ મુવિંગ પરેડ (Moving Parade) નું આયોજન કરવામાં આવ્યું છે. આ પરેડમાં કુલ 16 કન્ટીજન્ટ્સ સહભાગી થશે, જેમાં BSF, CISF, ITBP, CRPF, SSB, તેમજ જમ્મુ-કાશ્મીર, પંજાબ, આસામ, કેરળ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોની ટુકડીઓ સામેલ છે.





















