sarthak pds scheme ration card: જો તમારી પાસે રેશનકાર્ડ છે અને તમે સરકારી રાશન યોજનાનો લાભ લઈ રહ્યા છો, તો તમારા માટે એક બહુ જ સારા સમાચાર છે. કેન્દ્ર સરકારે રાશન વિતરણ વ્યવસ્થાને એકદમ આધુનિક અને ડિજિટલ બનાવવા માટે 'સાર્થક PDS' (Sarthak PDS) નામની નવી યોજના શરૂ કરી છે. આ યોજનાનો મુખ્ય હેતુ રાશનની ચોરી અટકાવવાનો, કામકાજમાં પારદર્શિતા લાવવાનો અને લોકોને સમયસર રાશન પહોંચાડવાનો છે. સરકારના જણાવ્યા અનુસાર, આ નવી ટેકનોલોજીથી દેશના અંદાજે 813.5 મિલિયન (81.35 કરોડ) રેશનકાર્ડ ધારકોને સીધો ફાયદો થશે અને સરકાર આગામી 5 વર્ષમાં આ પ્રોજેક્ટ પાછળ ₹25,530 કરોડનો ખર્ચ કરશે.

શું છે આ 'સાર્થક PDS' યોજના?

આપણી જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) ને ટેકનોલોજીની મદદથી સ્માર્ટ બનાવવાનું આ એક મોટું પગલું છે. અત્યારે રાશન મળવામાં મોડું થવું, રેકોર્ડમાં ગોટાળા થવા કે પછી રાશનની ચોરી થવી જેવી ઘણી ફરિયાદો સામાન્ય છે. આ નવી સિસ્ટમથી સરકારી ગોડાઉનથી લઈને તમારા ગામ કે વિસ્તારની સસ્તા અનાજની દુકાન સુધી પહોંચતા અનાજ પર જીપીએસ (GPS) અને ઓનલાઈન ટ્રેકિંગથી સીધી નજર રાખવામાં આવશે, જેથી રસ્તામાં માલની કોઈ હેરફેર ન થઈ શકે.

Continues below advertisement
Continues below advertisement

સામાન્ય લોકોને શું ફાયદો થશે?

આ યોજનાનો સૌથી મોટો ફાયદો એ થશે કે બધું કામ એકદમ પારદર્શક થઈ જશે.

તમને ક્યારે અને કેટલું રાશન મળવાપાત્ર છે તેની સાચી માહિતી સરળતાથી મળી જશે.

રાશનની ચોરી, બારોબાર વેચાણ અને રેકોર્ડની ભૂલો અટકી જશે, જેથી તમારું રાશન પૂરેપૂરું તમારા સુધી જ પહોંચશે.

જો તમને દુકાનદાર સામે કે રાશન બાબતે કોઈ પણ ફરિયાદ હશે, તો ટેકનોલોજીની મદદથી તેનો ઉકેલ પહેલાં કરતા ઘણો જલ્દી આવી જશે.

આ પણ વાંચોઃ હવે રાશનની દુકાનો પર નહીં થાય કોઈ કૌભાંડ! મોદી સરકારે ગરીબો માટે બદલી નાખ્યા આ નિયમો

ખોટા કાર્ડધારકોને પકડવા 'નિર્મલ' સિસ્ટમ

આ યોજનાનો એક બહુ મહત્વનો ભાગ 'નિર્મલ' (Nirmal) છે. આ એક AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) આધારિત સિસ્ટમ હશે. તે સરકારના અલગ-અલગ ડેટાબેઝ સાથે લિંક હશે, જેનાથી એવા લોકો તરત જ પકડાઈ જશે જેઓ ખોટી રીતે કે ડુપ્લિકેટ રેશનકાર્ડ બનાવીને મફત રાશનનો લાભ લઈ રહ્યા છે. આમ બોગસ લાભાર્થીઓ દૂર થવાથી રાશન માત્ર સાચા અને જરૂરિયાતમંદ લોકો સુધી જ પહોંચશે.

આ પણ વાંચોઃ રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર: એપ્રિલ મહિનામાં મળશે સળંગ 3 મહિનાનું રાશન, દર મહિને લાઈનમાં ઉભા રહેવાની ઝંઝટ ખતમ!