Satyendar Jain's Viral Video: દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈન ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યા છે. હવે તેમને લઈને એક મોટો ખુલાસો થયો છે. એબીપી ન્યૂઝના સૂત્રોના હાથમાં ત્રણ સભ્યોની સમિતિનો રિપોર્ટ હાથ લાગ્યો છે, જે સત્યેન્દ્રને તિહાડ જેલમાં કથિત રીતે મળતી સુવિધાઓની તપાસ કરવાને લઈને બનાવવામાં આવી હતી. આ ત્રણ સભ્યોની કમિતીમાં દિલ્હીના પ્રિંસિપલ સેક્રેટરી હોમ, પ્રિંસિપલ સેક્રેટરી લૉ અને સેક્રેટરી વિજિલંસ શામેલ હતાં. આ રિપોર્ટમાં તત્કાલીન જેલ પ્રશાસન પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતાં.
આ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે સત્યેન્દ્ર જૈનનો પરિવાર જૈનને કઈ રીતે જેલની સેલના પ્રતિબંધિત વિસ્તારમાં જઈને મળ્યો કે જ્યાં નિયમો અનુંસાર આ પ્રકારની મુલાકાત કરાવી શકાય નહીં. આ રિપોર્ટમાં તિહાડ જેલના તત્કાલિન ડીજી અને જેલ સુપ્રિટેંડેટ પર પણ સવાલ ઉભા કરવામાં આવ્યા હતાં અને તેમની મદદ વગર આ પ્રકારની સુવિધાઓ શક્ય જ નહોતી.
અન્ય આરોપીઓ સાથે કરી મુલાકાત
દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેના તરફથી ગઠિત કરવામાં આવેલી તપાસ સમિતિને ધ્યાનમાં આવ્યું હતું કે, જેલમાં બંધ સત્યેન્દ્ર જૈને પોતાના સત્તાવાર પદનો દુરૂપયોગ કર્યો અને મની લોડ્રીંગ કેસમાં સહ આરોપીઓ સાથે તિહાડ જેલના સેલમાં મુલાકાત કરી હતી સૂત્રોએ આ જાણકારી આપી હતી.રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, જેલ નિયમોનું ઉલ્લંઘન કરી જૈને આ મામલે સહ આરોપીઓ કે જેમની ધરપકડ કરવામાં આવી છે તેમની સાથે પોતાના સેલમાં એક નહીં પણ અનેકવાર મુલાકાત કરતા હતાં. આ સહ-આરોપીમાં વૈભવ જૈન અને અંકુશ જૈન ઉપરાંત સંજય ગુપ્તા અને રમન ભૂરારિયા શામેલ છે. ગુપ્તા અને ભૂરારિયા ઈડી તરફથી નોંધવામાં આવેલા અન્ય કેસમાં પણ આરોપી છે.
કેદીઓએ ટોર્ચરના ડરે કરી સેવા
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, એવુ લાગી રહ્યું છે કે, તત્કાલીન ડીજી, જેલ-સંદીપ ગોયલ સત્યેંદ્ર જૈનના નજીકના છે. જેલ સુપ્રિટેંડેંટ અજીત કુમારની સત્યેન્દ્ર જૈન સાથે જેલમાં જે રીતે મુલાકાત કરી હતી તેના પર પણ સવાલ ઉભા કરવામાં આવ્યા છે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, કેદીઓએ સત્યેન્દ્ર જૈનને જે સેવાઓ આપી તેમને રજી ખુશીથી નથી આપી પણ તેમને લાગ્યું કે જો તેમણે આમ ના કર્યું તો દાઝ રાખી તેમને જેલમાં ટોર્ચર કરવામાં આવી શકે છે.
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, જેલ પ્રશાસને તિહાડ જેલના પાંચ કેદીઓ પર જૈનને વિશેષ સેવાઓ આપવા માટે દવાણ કર્યું હતું. આ કેદીઓમાં રિંકૂ નામનો એ કેદી પણ શામેલ છે જે કથિત વીડિયોમાં સત્યેન્દ્ર જૈનને માલિસ કરતો દેખાયો હતો. ઈડીએ કોર્ટમાં કહ્યું હતું કે, જૈન સથે જેલમાં સ્પેશિયલ પ્રકારનો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે, ત્યાર બાદ જ ગત મહિને સમિતિની રચના કરવામાં આવી હતી.
જેલમાં મસાજનો વીડિયો થયો હતો વાયરલ
સત્યેન્દ જૈનની કથિત મની લોડ્રીંગ કેસમાં આ વર્ષે મે મહિનામાં ધરપકડ કરવામાં આવી હતી. ગત 20 નવેમ્બરે સત્યેન્દ્ર જૈનનો કથિત વીડિયો સામે આવ્યો હતો. વીડિયોને લઈને આરોપ લગાવવામાં આવ્યો હતો કે મંત્રી જેલમાં મસાજ કરાવતા હતાં અને તેમને જેલમાં સ્પેશિયલ ટ્રીટમેંટ મળે છે. આ વીડિયો સામે આવ્યો તે પહેલા જ તિહાડ જેલના અધિક્ષક અજીત કુમારને જેલમાં બંધ મંત્રીને કથિત વીવીઆઈપી ટ્રીટમેંટ આપવા બદલ માટે સસ્પન્ડ કરવામાં આવ્યા હતા.