Satyapal Malik News: જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક હાલમાં બીમારીના કારણે દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ છે. જેના વિશે તેમણે પોતે પોતાના એક્સ હેન્ડલ પર માહિતી આપી હતી. બીજી તરફ, કિરુ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટમાં 2200 કરોડ રૂપિયાના કૌભાંડમાં ભ્રષ્ટાચાર બદલ સીબીઆઈએ સત્યપાલ મલિક વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે.

Continues below advertisement


આમાં અન્ય સાત આરોપીઓ પણ સામેલ છે. અને આજે સત્યપાલ મલિકે તેમના એક્સ હેન્ડલ પર  ખબર અંતર પુછવા આવેલા યુવકોનો આભાર માન્યો છે. 


રાજસ્થાન યુનિવર્સિટીના પ્રમુખ નિર્મલ ચૌધરીનો આભાર માનતા સત્યપાલ મલિકે લખ્યું, "આજે આ  યુવાનોને મળ્યા પછી, મારામાં ખેડૂત મસીહા ચૌધરી ચરણ સિંહજીના સમયમાં મારામાં જેવો ઉત્સાહ અને હિંમત હતી તેવો જ ઉત્સાહ અને હિંમત આવી ગઇ. હું ટૂંક સમયમાં સ્વસ્થ થઈશ અને જનતા વચ્ચે જઈશ અને બેરોજગાર યુવાનો અને ખેડૂતોના મુદ્દાઓ ઉઠાવતો રહીશ.


રાહુલ ગાંધીને મળ્યાં


શુક્રવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ પૂર્વ રાજ્યપાલ મલિકને મળ્યા હતા, તેમણે તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી અને તેમના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી હતી. સપાના વડા અખિલેશ યાદવે પણ પૂર્વ રાજ્યપાલના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી.


સંજય સિંહ ગુસ્સે થયા
આમ આદમી પાર્ટીના મહાસચિવ અને રાજ્યસભા સાંસદ સંજય સિંહે સીબીઆઈ ચાર્જશીટના સમય પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું, "મોદી સરકાર નિર્દય છે. એક તરફ સત્યપાલ મલિક હોસ્પિટલમાં દાખલ છે, જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહ્યા છે. બીજી તરફ સીબીઆઈએ આજે તેમની સામે ચાર્જશીટ દાખલ કરી છે."                                 


એટલા માટે સત્યપાલ મલિક ચર્ચામાં  છે
અહીં તમને જણાવી દઈએ કે પૂર્વ રાજ્યપાલ મલિકે ખેડૂત આંદોલન દ્વારા મોદી સરકાર સામે બળવો કર્યો હતો. તેમણે મોદી સરકાર પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા. એટલું જ નહીં, તેમણે 2019ના પુલવામા હુમલા પર ઘણા ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા, જેના પછી મલિક મોદી સરકારના નિશાના પર આવી ગયા. વિપક્ષી નેતાઓએ પણ ભૂતપૂર્વ રાજ્યપાલને ટેકો આપ્યો. અને હવે તેમનું  જળવિદ્યુત પ્રોજેક્ટમાં નામ સામેલ કરવાને તેમની વિરુદ્ધ કાવતરું કહેવામાં આવી રહ્યું છે.