સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ મંગળવારે SBI જૂનિયર એસોસિએટ ક્લાર્ક પરીક્ષા 2021ના એડમિટ કાર્ડ જાહેર કરી દીધા છે. જે ઉમદેવારોએ પરીક્ષા માટે અરજી કરી હોય તે એસબીઆઈની સત્તાવાર વેબસાઈટ sbi.co.in પર જઈને પોતાનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શે છે. ઉમેદવારે ધ્યાનમાં રાખવું જોઈએ કે એડમિટ કાર્ડ વેબસાઈટ પર 13 જુલાઈ સુધી જ ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ રહેશે.


સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ક્લાર્ક પ્રીલિમ્સ એક્ઝામ 13 જુલાઈના રોજ લેવાશે. આ રિક્રૂમેન્ટ ડ્રાઈવ દ્વારા કુલ 5000 પદો પર ભરતી થશે.


SBI જૂનિયર એસોસિએટ ક્લાર્ક પરીક્ષા 2021 એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરશો



  • સૌથી પહેલા સત્તાવાર વેબસાઈટ co.in પર જાવ.

  • ટોપ રાઈટ કોર્નર પર ‘Careers’ ટેબ પર ક્લિક કરો.

  • ત્યાર બાદ નવા પેજ પર ક્લાર્ક ભર્તી એડમિટ કાર્ડ લિંક પર ક્લિક કરો.

  • લોગિન પેજ પર પોતાનું યૂઝરનેમ, જનમતારીખ અથવા પાસવર્ડ, સિક્યોરિટી કોડ વગેરે ભરી લોગિં કરો.

  • ત્યાર બાદ એડમિટ કાર્ડ સ્ક્રીન પર આવી જશે.

  • એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો અને ભવિષ્ય માટે તેની હાર્ડ કોપી લઈને રાખો.


SBI ક્લાર્ક પ્રીલિમ્સ એક્ઝામ 2021 એક્ઝામ પેટર્ન


સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ક્લાર્ક પ્રીલિમ્સ એક્ઝામમાં 100 પ્રશ્ન હશે તમામ ઓબ્જેક્ટિવ ટાઈપ હશે. દરેક પ્રશ્નનો એક પોઈન્ટ હશે. એક્ઝામ સોલ્વ કરવા માટે વિદ્યાર્થીઓને એક કલાકનો સમય આપવામાં આવશે. જણાવીએ કે, પરીક્ષા કુલ ત્રણ સેક્શનમાં છે. તેમાં અંગ્રેજી, ન્યૂમરકિલ એબિલટી અને રીજનિંગ એબિલિટી છે. દરેકમાં 30, 35 અને 35 પ્રશ્ન છે.


પ્રીલિમ્સ ક્લિયર કરનરા મુખ્ય પરીક્ષા આપશે


પ્રીલિમ્સ એક્ઝામ પાસ કરનાર ઉમેદવારને મુખ્ય પરીક્ષા બાદ ઇન્ટરવ્યૂ રાઉન્ડ માટે બોલાવાવમાં આવશે. નોંધનીય છે કે, લેંગ્વેજની પરીક્ષા માત્ર એવા લોકો માટે જ આયોજિત કરવામાં આવશે જે મુખ્ય પરીક્ષામાં પાસ થશે. પસંદગીના ઉમેદવારોને 17900 રૂપિયાથી 47920 રૂપિયાની વચ્ચે પે સ્કેલ ઓફર કરવામાં આવશે, જ્યારે શરૂઆતનો બેસિક પગાર 19900 રૂપિયા હશે.