દેશના એવા અનેક રાજયો છે, જેમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યાં છે. જેના કારણે શરતો સાથે સ્કૂલ કોલેજ ખોલી દેવાયા છે. જો કે કેટલાક રાજ્યોએ હજુ સુધી શાળા કોલેજ ખોલવાનો નિર્ણય નથી લીધા, તો જાણી ક્યાં રાજ્યોમાં હજુ સ્કૂલ કોલેજ નથી ખુલ્લી


દિલ્લી
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સ્પષ્ટતા કરી છે કે, આંતરરાષ્ટ્રી સ્તર પર મળતી જાણકારી મુજબ ત્રીજી લહેર પણ આવી શકે છે. આ સ્થિતિમાં જ્યાં સુધી સંપૂર્ણ વેક્સિનેશન ન થાય ત્યાં સુધી શાળા કોલેજ ખોલવી હિતાવહ નથી. દિલ્લી સરકારે સ્કૂલ કોલેજ  ન ખોલવાનો નિર્ણય કર્યો છે.


પુડુચેરી
પુડુચેરીમાં પણ મુખ્યમંત્રી રંગાસ્વામીએ થર્ડ વેવનો જોખમને ધ્યાનમાં રાખીને શાળા કોલેજ 16 જુલાઇથી ખોલવાનો નિર્ણયને મુલતવી રાખ્યો છે.


ઉત્તર પ્રદેશ
ઉત્તર પ્રદેશમાં 1 જુલાઇથી સ્કૂલ એકેડમિક કાર્યો માટે ખોલી દેવાયા છે. જો કે માત્ર ટીચર અને નોન ટીચિંગ સ્ટાફને જ સ્કૂલમાં આવવાની મંજૂરી છે. તો સ્ટૂડન્ટ માટે ઓનલાઇન ટીચિંગ ચાલી રહ્યું છે.


કર્ણાટક
કર્ણાટકના મુખ્યમંત્રી યદુરપ્પાએ પણ શાળા કોલેજ ન ખોલવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે 18 વર્ષથી નાની ઉંમરના લોકો વેક્સિનેટ નથી થયા તેથી શાળા કોલેજ ખોલવા હિતવાહ નથી.


તમિલનાડુ
તમિલનાડુમાં હજુ સુધી સ્કૂલ-કોલેજ ખોલવાનો કોઇ નિર્ણય નથી લેવાયો. સ્ટૂડન્ટસના ઓનલાઇન ક્લાસિસ ચાલુ છે


પશ્ચિમ બંગાળ
આ રાજ્યમાં પણ હજું સુધી સરકારે શાળા કોલેજ ખોલવાનો કોઇ નિર્ણય નથી કર્યો. સ્ટૂડન્ટસના ઓનલાઇન ક્લાસિસ ચાલુ છે.


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


દેશમાં ઘણાં દિવસો બાદ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા 40000થી ઓછી નોંધાઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 38 હજાર 164 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 38 હજાર 660 લોકો ડિસ્ચાર્જ થયા છે. દેશમાં અત્યાર સુધી કોરોનાથી સવા ચાર લાખ લોકોના મોત થયા છે.


સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલ આંકડા ગઈકાલે દેશમાં 499 લોકોના કોરોનાથી મોત થયા છે. ત્યાર બાદ અત્યાર સુધી કોરોનાથી 4 લાખ 14 હજાર 108 લોકોના મોત થયા છે. જ્યારે દેશમાં અત્યારે એક્ટિવ કેસની સંખ્યા 4 લાખ 21 હજાર 665 થઈ ગઈ છે. જ્યારે અત્યાર સુધી ત્રણ કરોડ 8 હજાર 456 લોકો ઠીક થયા છે. દેશમાં અત્યાર સુધી કોરોનાથી ત્રણ કરોડ 11 લાખ 44 હજાર 229 કેસ નોંધાયા છે.


સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારકી આપી છે કે, દેશમાં દરરોજનો પોઝિટિવીટી રેટ 2.61 ટકા છે. સારી વાત એ છે કે દૈનિક પોઝિટિવીટી રેટ સતત 28 દિવસથી 3 ટકાથી ઓછો છે. રિકવરી રેટ વધીને 97.32 ટકા થયો છે.