Scooty Accident Video: એક્સિડન્ટ સાથે જોડાયેલા તમામ ચોંકાવનારા વીડિયો સોશિયલ મીડિયા પર આવતા રહે છે. આમાંની મોટાભાગની ઘટનાઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જાય છે અને આ વીડિયો હોશ ઉડાવી દે તેવા હોય છે. આવા વીડિયો ઓનલાઈન અપલોડ થતાની સાથે જ ઈન્ટરનેટ પર વાયરલ થઈ જાય છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને અનેક જગ્યાએ સીસીટીવી લગાવવામાં આવે છેજેથી ફૂટેજની મદદથી ગુનાખોરી પર અંકુશ લગાવવામાં મદદ મળી શકે.  પરંતુ કેટલીકવાર વિચિત્ર ઘટનાઓના ફૂટેજ પણ સીસીટીવીમાં કેદ થઈ જાય છે.




દંતેવાડા જિલ્લાના બરસૂરમાં આવો જ એક વીડિયો સામે આવ્યો છેજેમાં એક યુવક પેટ્રોલ પંપ પર સ્કૂટી પર પેટ્રોલ નાખીને સ્કૂટી ચાલુ કરે છે. થોડી ભૂલને કારણે સ્કૂટી બેકાબૂ બની જાય છે અને કાચ તોડીને સામે ATMમાં ઘૂસી જાય છે. વાયરલ થઈ રહેલા આ સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે એક યુવક પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવ્યા બાદ પોતાની સ્કૂટી સ્ટાર્ટ કરવાની કોશિશ કરે છેતે સ્ટાર્ટ થતી નથી. યુવક તેને શરૂ કરવાનો સતત પ્રયાસ કરે છે. ત્યારે અચાનક સ્કૂટી સ્ટાર્ટ થાય છે અને એટીએમમાં ઘૂસી જાય છે. સદનસીબેએટીએમમાં તે સમયે કોઈ હાજર નહોતુંજેના કારણે કોઈ દુર્ઘટના થઈ ન હતી. જો કે આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છેજેનો વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે.


વીડિયો વાયરલ થઈ રહ્યો છે


વાયરલ વીડિયોમાં તમે જોયું કે એક યુવક સ્કૂટીને સતત કિક મારી રહ્યો છે જેથી તે સ્ટાર્ટ થઈ જાયજો કે સ્ટાર્ટિંગ પ્રોબ્લેમને કારણે તે સરળતાથી સ્ટાર્ટ થઈ શકતી ન હતી. યુવક સળંગ બે-ત્રણ વાર કિક મારે છે અને ચોથી કિક મારતા જ સ્કૂટી સ્ટાર્ટ થઈ જાય છેપરંતુ ભૂલથી એક્સિલરેટર દબાવવાના કારણે સ્કૂટી બેફામ રીતે આગળ વધે છે અને કાચ તોડીને એટીએમમાં ઘૂસી જાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સે તેના પર કોમેન્ટ કરીને તેને ફ્લાઈંગ સ્કૂટી અને ભૂતિયા સ્કૂટી ગણાવીને ઘણો આનંદ લઈ રહ્યા છે