સીનિયર વકીલ R. Venkataramani ને દેશના નવા એટર્ની જનરલ નિયુક્ત કરવામાં આવ્યા છે. R. Venkataramani ને ત્રણ વર્ષના સમયગાળા માટે ભારતના નવા એટર્ની જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.'










ભારતના વર્તમાન એટર્ની જનરલ કેકે વેણુગોપાલ છે, પરંતુ તેમણે પદ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જે બાદ હવે સરકારે નવા એટર્ની જનરલની નિમણૂક કરી છે. R. Venkataramani ની નિમણૂક પહેલા સરકારે દેશના જાણીતા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી સમક્ષ પ્રસ્તાવ રજૂ કરાયો હતો પરંતુ તેમણે એટર્ની જનરલ બનવાની ના પાડી દીધી હતી. જો કે તેમણે તેની પાછળ કોઈ ચોક્કસ કારણ જણાવ્યું નહોતું.






ભારતના વર્તમાન એટર્ની જનરલ કેકે વેણુગોપાલ છે. તેમણે ઔપચારિક રીતે 30 જૂન 2017 થી તેમનો કાર્યકાળ સંભાળ્યો અને તેમનો કાર્યકાળ 3 વર્ષનો હતો. વચ્ચે ફરી તેમની મુદત લંબાવવામાં આવી હતી. મુકુલ રોહતગી આ પહેલા મોદી સરકારમાં દેશના એટર્ની જનરલની જવાબદારી નિભાવી ચુક્યા છે.


કાયદા અને ન્યાય પ્રધાન કિરેન રિજિજુના કાર્યાલયે એક ટ્વિટમાં નિમણૂકની પુષ્ટી કરી હતી.  ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રપતિએ 1, ઓક્ટોબર, 2022થી પ્રભાવી રીતે ભારતના એટર્ની જનરલના પદ પર વરિષ્ઠ વકીલ R. Venkataramani ની નિમણૂક કરી છે.


ભારત સરકારમાં એટર્ની જનરલનું પદ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એટર્ની જનરલ ભારત સરકારના મુખ્ય કાનૂની સલાહકારની ભૂમિકા ભજવે છે અને તમામ કાયદાકીય બાબતોમાં કેન્દ્ર સરકારને સલાહ પણ આપે છે. એટર્ની જનરલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા ભારત સરકારની સલાહ પર કરવામાં આવે છે