નવી દિલ્હી : સુપ્રિમ કોર્ટના જાણીતા વકીલ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંઘવીનો શુક્રવારે COVID-19 રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તેમનામાં કોરોના વાયરસના લક્ષણો ખૂબ જ સામાન્ય છે, તેથી તેઓ પોતાના ઘરે જ ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.

અહેવાલો અનુસાર, તેમની ઓફિસના કર્મચારીઓના તમામ સભ્યોના ટેસ્ટ રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેઓ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી તમામ કાનૂની બાબતોમાં હાજરી આપી રહ્યા છે. દેશમાં કોરોનાવાયરસ આવ્યો છે ત્યારથી ઘણા રાજકારણીઓ અને મંત્રીઓને કોવિડ -19 વાયરસની ચપેટમાં આવ્યા છે.

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન પણ કોરોનાની ચપેટમાં આવ્યા હતા, જેમનો કોરોના વાયરસનો રિપોર્ટ ગઈકાલે નેગેટીવ આવતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. ગયા શુક્રવારે કોરોનાવાયરસને કારણે તેમની હાલત વધુ ખરાબ થતાં તેમને મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ભારતમાં કુલ સંક્રમિત દર્દીઓમાંથી 2,85,636 દર્દીઓ સંક્રમણથી સ્વસ્થ થયા છે. જ્યારે શુક્રવારે 13940 દર્દીઓ સ્વસ્થ થયા છે. આ સાથે જ સંક્રમણથી સ્વસ્થ થતા દર્દીઓની સંખ્યા એક્ટિવ કેસ એટલે જેની સારવાર ચાલી રહી છે તેનાથી વધુ છે. આ બંને વચ્ચે 96173નું અંતર છે. આ સાથે જ ભારતમાં રિકવરી રેટ 58.24 ટકા થઈ ગયો છે.