Weather Update: આ રાજ્યોમાં ભીષણ ગરમીનું એલર્ટ, તો પૂર્વાત્તર સહિત આ રાજ્યોમાં વરસાદની ચેતવણી
Weather Update: દેશભરમાં હવે હવામાનનો ડબલ એટેક જોવા મળી રહ્યો છે. એક તરફ ઉત્તર અને પશ્ચિમ ભારત ગરમીથી તપી રહ્યું છે તો બીજી તરફ પૂર્વોત્તર અને દક્ષિણ ભારત ભારે વરસાદ અને તોફાનનો કેર જોવા મળી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ એટલે કે, IMD એ આગામી 14 દિવસ માટે એલર્ટ જાહેર કર્યું છે.

Weather Update: દેશના કેટલાક રાજ્યોમાં હાલ ભારે ગરમીનો કેર છે તો બીજી તરફ પૂર્વોત્તર ભારત અને દક્ષિણના અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને આંધી તોફાનની શક્યતા છે.IMD દ્વારા 14 મે થી 27 મે સુધીનું એક્સટેન્ડેડ રેન્જ ફોરકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ આગાહીમાં જણાવાયું છે કે રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં ભારે ગરમી અને હીટવેવની સ્થિતિ સર્જાઈ શકે છે.
ખાસ કરીને પશ્ચિમ રાજસ્થાનમાં 17 થી 19 મે દરમિયાન સીવિયર હીટવેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.દિલ્હી, હરિયાણા અને પંજાબમાં પણ 16 થી 20 મે સુધી ગરમીનો પ્રકોપ યથાવત રહી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર-પશ્ચિમ ભારતમાં તાપમાન સામાન્ય કરતા 3 થી 5 ડિગ્રી સુધી વધી શકે છે.તાજેતરમાં રાજસ્થાનના બાડમેરમાં પારો 48.3 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો, જ્યારે જૈસલમેરમાં 46.1 ડિગ્રી નોંધાયું.બપોર દરમિયાન બહાર નીકળવું જોખમી બની શકે છે.
બીજી તરફ બંગાળની ખાડીમાં બનેલા લો પ્રેશર એરિયા અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે પૂર્વોત્તર ભારત અને દક્ષિણના અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને આંધી તોફાનની શક્યતા છે.
અસમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મિઝોરમ અને સિક્કિમમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે.બિહાર, ઝારખંડ અને ઓડિશામાં 50 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.કેટલાક વિસ્તારોમાં કરા પડવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આ વચ્ચે IMD એ વધુ એક મહત્વની માહિતી આપી છે. 16 મે આસપાસ દક્ષિણ-પશ્ચિમ માનસૂન અંડમાન સમુદ્ર અને બંગાળની ખાડીના કેટલાક વિસ્તારોમાં આગળ વધી શકે છે.
એટલે કે હવે માનસૂનની એન્ટ્રી માટેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.ગરમીવાળા વિસ્તારોમાં રહેતા લોકો માટે સલાહ છે કે બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન બહાર નીકળવાનું ટાળો, પૂરતું પાણી પીતા રહો અને બાળકો તથા વૃદ્ધોનું ખાસ ધ્યાન રાખો.
જ્યારે વરસાદી વિસ્તારોમાં રહેતા લોકો સતત હવામાન અપડેટ ચેક કરતા રહે અને નબળા મકાનો તેમજ નીચાણવાળા વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખે.કુલ મળીને આગામી બે અઠવાડિયા દેશ માટે હવામાનની મોટા ફેરફાર જોવા મળશે, . IMD સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.






















