મુંબઈની મુંબાદેવી બેઠક પરથી શિવસેનાની ઉમેદવાર શાઈના એનસીએ શિવસેના (યુબીટી) સાંસદ અરવિંદ સાવંત વિરુધ્ધ FIR નોંધાવી. સાવંતે શિવસેનાની ઉમ્મેદવાર માટે 'ઇમ્પોર્ટેડ માલ' શબ્દનો ઉપયોગ કર્યો, જેથી ભારે વિવાદ ઊભો થયો. તેણીએ કહ્યું, 'હું માલ નથી, હું મહિલા છું. ઉધ્ધવ ઠાકરે મૌન છે, નાના પટોલે મૌન છે, પરંતુ મુંબઈની મહિલાઓ મૌન નહીં રહે.'
'કાયદો પોતાનું કામ કરશે'
મુંબઈના નાગપાડા પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવ્યા બાદ શાઈના એનસીએ કહ્યું, "કલમ 79, કલમ 356 (2) હેઠળ FIR નોંધાઈ છે. તેમણે ખોટા શબ્દોનો ઉપયોગ કર્યો છે. હું અહીં સક્રિયપણે કામ કરવા આવી છું. મારા કાર્ય વિશે ચર્ચા કરવી હોય તો કરો, પરંતુ મને 'ઇમ્પોર્ટેડ માલ' ક્યારેય ન કહેવું. કાયદાને પોતાનું કામ કરવા દો. મે જે કરવાનું હતું તે કર્યું છે."
'મહાવિનાશ આઘાડી મહિલાઓનું સન્માન નથી કરતી'
ઉમેરતાં તેણીએ કહ્યું, "અમે બધા જાણીએ છીએ કે આ મહાવિનાશ આઘાડી મહિલાઓનું સન્માન નથી કરતી. અમે બધા લક્ષ્મીપૂજનની વાત કરીએ છીએ. આજે લક્ષ્મીપૂજનનો દિવસ છે. શુભ અવસર છે. અરવિંદ સાવંત શું કહે છે કે તમે 'ઇમ્પોર્ટેડ માલ' છો. માલ એટલે આઇટમ. 20 વર્ષ થઈ ગયા મને જાહેર જીવનમાં, બધા જાણે છે કે કઈ નિષ્ઠાથી મે કામ કર્યું છે. મા મુંબાદેવીનો આશીર્વાદ છે. હું મહિલા છું, પરંતુ માલ નથી. કોઈ પણ મહિલા હોય, અશ્લીલ ભાષા વિરુધ્ધ કાયદો પોતાનું કામ કરશે."
'તમને લાગે છે કે દરેક મહિલા મૌન રહેશે?'
શિવસેના નેતાએ કહ્યું, "એક વાત સમજવાની જરૂર છે, જ્યારે તમે કોઈ મહિલા વિરુધ્ધ અશ્લીલ શબ્દોનો ઉપયોગ કરો છો, તમને લાગે છે કે દરેક મહિલા મૌન રહેશે? મહારાષ્ટ્રની મહિલા જડબાતોડ જવાબ આપશે. એક તરફ છે આપના CM એકનાથ શિંદે, જેમણે લાડલી બહેનો માટે ઘણું કર્યું છે." શાઈના એનસીએ પણ કહ્યું, "હું ફક્ત એટલું કહીશ કે હું મુંબઈની દીકરી છું."
આ પણ વાંચોઃ
Exclusive: ઉદ્ધવ ઠાકરે કે શરદ પવાર, જરૂર પડશે તો કોને પસંદ કરશો? દેવેન્દ્ર ફડણવીસે કરી 'ભવિષ્યવાણી'