Atiq Ahmed News: યુપીના બાહુબલીના નેતા અને પૂર્વ સાંસદ અતીક અહેમદની ફરાર પત્ની શાઇસ્તા પરવીન હવે મોટી મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે, યુપી પોલીસે શાઇસ્તા પરવીનને માફિયા જાહેર કરી દીધી છે. પોલીસે પોતાની એફઆઈઆરમાં શાઇસ્તા પરવીનને માફિયા તરીકે સામેલ કરીને લખી દીધી છે. આ એફઆઈઆરમાં એવું પણ લખવામાં આવ્યું છે કે, શાઇસ્તા પરવીન એક શૂટરને પોતાની સાથે રાખે છે. ઉમેશ પાલ ફાયરિંગ અને હત્યાકાંડ કેસમાં વૉન્ટેડ આરોપી અને પાંચ લાખ રૂપિયાની ઇનામી ગુનેગાર સાબીરને શાઇસ્તા પરવીનનો શૂટર બતાવવામાં આવ્યો છે. પ્રયાગરાજના ધુમાનગંજ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રાજેશ કુમાર મૌર્યએ 2 મેએ પોતાના જ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી. પોલીસે તેના દીકરા અસદના મિત્ર અતીન ઝફરના ઘરે રોકાઇ હતો, પોલીસે બાદમાં રેડ કરી હતી. 15 એપ્રિલે અતીક અહેમદની હત્યા બાદ તેમના જનાજામાં સામેલ થવા માટે 16 એપ્રિલે શાઇસ્તા પરવીન આતિન જફરના ઘરે રોકાઇ હતી. 


2જી મેએ આતિનની ધરપકડ બાદ પોલીસે પોતાના તરફથી એફઆઈઆર નોંધી હતી. આ એફઆઈઆરમાં શાઇસ્તા પરવીનને માફિયા ગુનેગાર ગણાવવામાં આવી છે. આમાં એવું પણ લખવામાં આવ્યું છે કે શાઇસ્તા પરવીનને તેના શૂટર્સને આતિને આશ્રય આપ્યો હતો. ઈનામી ગુનેગાર સાબીરને શાઇસ્તા પરવીનનના શૂટર તરીકે દર્શાવવામાં આવ્યો છે. આ સાથે એવી પણ ચર્ચા છે કે પોલીસ હવે ટુંક સમયમાં જ શાઇસ્તા પરવીનનું નામ માફિયાઓની લિસ્ટમાં સામેલ કરવાની તૈયારમાં છે. 


અવધાન ગામમાં ગુડ્ડુએ લીધો હતો આશરો - 
બીજીબાજુ ઉમેશ પાલની હત્યા બાદ ગુડ્ડુ મુસ્લિમ કૌશામ્બીના અવધાન ગામમાં કેટલાય દિવસો સુધી રોકાયો હતો. ગુડ્ડુ મુસ્લિમ એ જ ગામના એક ફાર્મ હાઉસમાં રોકાયો હતો. આ ફાર્મ હાઉસ શમીમ અને નસીમનું છે, જે અતીક અહેમદના ખુબ જ નજીક મનાય છે. શમીમ અને નસીમ બંને સગા બાઇઓ છે, આ ઉપરાંત પાડોશી ગામમાં એક પ્રધાન પણ આશરો આપવામાં સામેલ હતા. 


ખાસ વાત છે કે, અહીં રાજુ પાલ મર્ડર કેસના 18 વર્ષથી ફરાર આરોપી અબ્દુલ કવિએ ગુડ્ડુ મુસ્લિમને હથિયારો આપ્યા હતા. બાદમાં પોલીસ અને પીએસીએ દ્વારા આ જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા હતા. જોકે પોલીસના દરોડા પહેલા જ ગુડ્ડુ મુસ્લિમ અહીંથી ફરાર થઈ ગયો હતો. પોલીસના દરોડા બાદ ફાર્મ હાઉસના માલિક શમીમ અને નસીમ પણ ફરાર થઇ ગયા હતા, હાલમાં પોલીસ તમામને શોધી રહી છે. અવધાન ગામ કૌશામ્બી જિલ્લાના પીપરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલું છે.