Shankaracharya Swami Avimukteshwaranand Saraswati: ચૂંટણીના સમય દરમિયાન જ્યોતિષ પીઠ (ઉત્તરાખંડમાં)ના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે હિંદુ મતદારોને ખાસ અપીલ કરી અને કહ્યું કે જ્યારે કોઈ મત માંગવા આવે ત્યારે લોકો તેમને એક ખાસ વાત કહે. યુટ્યુબ ચેનલ 'ન્યૂઝ તક'ને આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન શંકરાચાર્યે ગૌહત્યા વિશે કહ્યું, "જે પક્ષ સત્તામાં છે અને જે આવનાર છે, તેમને અમારું કહેવું છે કે તેઓ ગાય પર પોતાનું વલણ સ્પષ્ટ કરે. હવે અમે દરેક હિંદુ મતદારને અપીલ કરીશું કે જ્યારે પણ કોઈ તેમની પાસે મત માંગવા આવે તો તેઓ તેમને પૂછે કે તેમના ગાય વિશે શું વિચારો છે?"


હિંદુ મતદારોને શંકરાચાર્યે કહ્યું, "શપથ સાથે જે ગાયના પક્ષમાં ઊભા રહેવા માટે કહે, તેને જ મત આપો. હિંદુઓ જો આ સિવાય કોઈને મત આપશે તો તેમને પણ ગૌમાતાની હત્યાનું પાપ લાગશે. આવું એટલા માટે કારણ કે જે ગૌહત્યાનું સમર્થન કરે છે, તેને પણ પાપ લાગે છે." શંકરાચાર્યની હિંદુ મતદારોને આ અપીલ એવા સમયે કરવામાં આવી છે જ્યારે કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે. હરિયાણા અને જમ્મુ કાશ્મીર (કેન્દ્રશાસિત પ્રદેશ)ના પરિણામો જ્યાં 8 ઓક્ટોબરે આવશે, ત્યાં મહારાષ્ટ્ર અને ઝારખંડમાં પણ વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે. યુપીમાં 10 બેઠકો પર પેટાચૂંટણી થવાની છે, જ્યારે આવતા વર્ષે દિલ્હી અને બિહારમાં પણ વિધાનસભાની ચૂંટણીઓ થશે. આવા સમયે શંકરાચાર્યની તાજેતરની અપીલ ઘણા રાજકીય પક્ષો અને તેમના ઉમેદવારોની રણનીતિ બગાડી શકે છે.


જાતિ આધારિત વસ્તી ગણતરી વિશે શંકરાચાર્ય શું વિચારે છે?


લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના જાતિ આધારિત વસ્તી ગણતરી વિશેના નિવેદન (કરાવવાના પક્ષમાં) પર શંકરાચાર્યે કહ્યું, "જાતિ આધારિત વસ્તી ગણતરીનો ઉદ્દેશ શું છે? લોકો વિશે ઘણું બધું તો તમને ખબર છે પણ જેમના વિશે તમને ખબર છે, શું તમે તેમને કંઈ આપી શકો છો? લોકો બેરોજગાર ફરી રહ્યા છે, તમે તેમને નોકરી જ નથી આપી શક્યા."


સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ જણાવ્યું, "જ્યારે તમે એ સુનિશ્ચિત કરી લો કે બધાને નોકરી મળી ગઈ છે ત્યારે આની વાત બને છે પણ હજુ બધાને રોજગાર નથી. ગણતરી (જાતિ આધારિત વસ્તી ગણતરી) પછી બધા લડશે. આવા સંજોગોમાં અમારું કહેવું છે કે ગણતરી થવી કે ન થવી બેકારની વાતો છે. સહજ રીતે ગણતરી થવી યોગ્ય છે પણ તેને રાજકીય મુદ્દો બનાવીને ગણતરી કરાવશે તો અલગ અર્થ નીકળશે. આ વિભેદનું કામ કરશે."


આ પણ વાંચોઃ


Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત