નવી દિલ્હીઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના અધ્યક્ષ શરદ પવારે સરકારને મોટો પ્રશ્ન કર્યો છે. બુધવારે કહ્યું કે, સરકારે અયોધ્યામાં મસ્જિદ બનાવવા માટે પણ પૈસા આપવા જોઇએ.

પવારે રામ મંદિર અને અયોધ્યા મામલે કહ્યું કે, બીજેપી લોકોને સાંપ્રદાયિક આધાર પર વહેંચી રહી છે. જો સરકાર મંદિર માટે ટ્રસ્ટ બનાવી શકે છે તો બીજુ એક ટ્રસ્ટ બનાવીને મસ્જિદ માટે પણ પૈસા કેમ નથી આપી શકતી.

પોતાના પાર્ટી સંમેલનમાં પવારે કહ્યું કે બજેટમાં ઉત્તર પ્રદેશના ખેડૂતો માટે કંઇજ નથી. સરકારે યુવાઓ માટે પણ યોગ્ય કાર્યવાહી નથી કરી.