Sharad Pawar Resignation: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના વડા શરદ પવારે તેમના પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યાના બે દિવસ પછી પણ પક્ષના કાર્યકરોએ તેમને પદ ના છોડવા માટે અપીલ કરી રહ્યા છે. દરમિયાન, પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષના નામ માટે શુક્રવારે (5 મે) એનસીપીની 16 સભ્યોની સમિતિની બેઠક યોજાવા જઈ રહી છે. આ સમિતિ આ વખતે કાર્યકર્તાઓની માંગ પર વિચાર કરી શકે છે. આ બેઠકમાં એવો પ્રસ્તાવ આવી શકે છે કે પવાર પ્રમુખ તરીકે યથાવત રહેશે પરંતુ નિયમિત કામમાં મદદ કરવા માટે કાર્યકારી પ્રમુખની નિમણૂક કરવામાં આવશે.


ગુરુવારે જયંત પાટીલ અને અન્ય NCP નેતાઓએ પવાર સાથે મુલાકાત કરી હતી. તેમને આગામી વર્ષે નિર્ણાયક લોકસભા અને વિધાનસભા ચૂંટણી સુધી પક્ષનું નેતૃત્વ કરવા વિનંતી કરી હતી. જોકે, પવાર પોતાના નિર્ણય પર અડગ છે. પાટીલે કહ્યું હતું કે છેલ્લા બે દિવસમાં હું જેમને મળ્યો હતો તે તમામ લોકોની લાગણી મેં તેમની સાથે શેર કરી હતી.


સમિતિ પ્રસ્તાવ લાવી શકે છે


પાટીલે વધુમાં કહ્યું હતું કે "મહારાષ્ટ્રના અધ્યક્ષ તરીકે હું આગામી ચૂંટણીને લઈને ચિંતિત છું. હું એમ પણ માનું છું કે જો શરદ પવાર તેમના પદ પર યથાવત રહેશે તો બધા માટે ન્યાય થશે." અધ્યક્ષની પસંદગી કરવા માટેની સમિતિની બેઠક અંગે પાટીલે કહ્યું કે, શરદ પવાર ઈચ્છે છે કે તેમના અનુગામીનું નામ લોકતાંત્રિક રીતે કરવામાં આવે.


એક વરિષ્ઠ પદાધિકારીને ટાંકીને એચટીએ લખ્યું હતું કે સમિતિ પવારને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચાલુ રાખવા અને તેમની સહાય માટે કાર્યકારી પ્રમુખની નિમણૂક કરવા વિનંતી કરતો ઠરાવ લાવી શકે છે. તે કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુલે અથવા અન્ય કોઈ વરિષ્ઠ નેતા હોઈ શકે છે.


પવારને રાજીનામું પરત ખેંચવા મનાવવા માટે કાર્યકરોએ ગુરુવારે સતત બીજા દિવસે પ્રદર્શન ચાલુ રાખ્યું હતું. કેટલાક કાર્યકરોએ પવારને લોહીથી પત્ર લખીને રાજીનામાનું પરત ખેંચવાની માંગણી કરી હતી. ત્યારબાદ સુપ્રિયા સુલે અને પ્રફુલ પટેલ જેવા નેતાઓએ કાર્યકરોને મનાવવા માટે આવવું પડ્યું હતું.


સુલેએ કહ્યું હતું કે મહેરબાની કરીને આ બધું બંધ કરો. હું હાથ જોડીને વિનંતી કરું છું કે લોહીથી પત્રો ન લખો. સાહેબ (પવાર) આ બધાથી ખૂબ દુઃખી છે. હું તમને વિરોધ બંધ કરવા વિનંતી કરું છું