કેરળના તિરૂવનંતપુરમના સાંસદ શશિથરૂર રોડ પર દોરડાથી રિક્ષા ખેંચતા જોવા મળ્યાં. તેમની સાથે કેટલાક કોંગ્રેસના કાર્યકરો પણ હતા. નોંધનિય છે કે દેશમાં પેટ્રોલ ડિઝલના ભાવ આસમાને પહોંચી રહ્યાં છે. દેશભરમાં પેટ્રોલ ડિઝલના વધતા ભાવના કારણે હોબાળો મચ્યો છે. શુક્રવારે કેરળમાં તિરૂવતનંતપુરમના સાંસદ શશિથરૂરે કંઇક આવા અંદાજમાં પેટ્રોલ ડિઝલના ભાવ વધારાનો વિરોધ કર્યો.

શશિ થરૂરે સચિવાલયની સામે રોડ પર ઓટો રિક્ષા ખેંચીને વધતા જતાં પેટ્રોલ ડિઝલના ભાવનો વિરોધ કર્યો. વિરોધ પ્રદર્શનમાં શશિ થરૂર સાથે મોટી સંખ્યામાં પક્ષના કાર્યકરો પણ જોડાયા હતા. નોંધનિય છે કે, કેરળમાં બહુ ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થનાર છે. ચૂંટણીના માહોલમાં હાલ પેટ્રોલ ડિઝલના વધતાં ભાવ મુખ્ય મુદ્દો બની ગયો છે.

ધ કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ પણ સતત પેટ્રોલ ડિઝલના વધતા જતાં ભાવનો વિરોધ કરતા 26 ફેબ્રુઆરી એ બંધનું એલાન આપ્યું હતું. ભારત બંધમાં ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોટર્સ વેલ્ફેર એસોસિયેશન અને અન્ય સંગઠનોએ પણ બંધને ટેકો જાહેર કર્યો છે.