મુંબઈ : શિવસેના નેતા સંજય રાઉત અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે હોટલ ગ્રાન્ડ હયાતમાં આજે બેઠક થઈ હતી. બન્ને નેતાઓ વચ્ચે આ બેઠક 2 કલાક સુધી ચાલી હતી. તેના બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી અટકળો શરુ થઈ ગઈ છે. લોકો અનુમાન લગાવી રહ્યાં છે કે શું શિવસેના અને ભાજપ પોતાની લડાઈ ભૂલીને ફરી મિત્ર બની શકે છે.
જો કે, ભાજપ તરફથી આ મુલાકાતને લઈને સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. ભાજપ નેતા રામ કદમે કહ્યું કે, સામનામાં ઈન્ટરવ્યૂને લઈને આ મુલાકાત થઈ હતી. તેને રાજનીતિ સાથે જોડવામાં ન આવે. તે સિવાય સંજય રાઉતે એબીપી ન્યૂઝને જણાવ્યું કે, ફડણવીસને મળવું કોઈ ગુનો નથી, રાજ્યના બે નેતા મળી શકે છે. આ મુલાકાત એક ઈન્ટરવ્યૂને લઈને હતી.
વાસ્તવમાં મહારાષ્ટ્રમાં શિવસેના, કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP)ના ગઠબંધનની સરકાર બની તો ગઈ છે પરંતુ ઘણીવાર એવો અવસર આવ્યો છે જ્યારે ત્રણેય દળો વચ્ચે મતભેદ ઉભરીને સામે આવ્યો છે. એવામાં સતત એવી ચર્ચા ચાલી રહી છે કે, શું આ ગઠબંધવાળી સરકાર પાંચ વર્ષ પૂરા કરશે.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રની વિધાનસભા ચૂટણી ભાજપ અને શિવસેનાએ સાથે મળીને લડી હતી. જો કે, ચૂટણી બાદ ભાજપ અને શિવસેના અલગ થઈ ગઈ હતી. શિવસેનાએ કૉંગ્રેસ અને એનસીપી સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવી હતી.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
મહારાષ્ટ્ર : દેવેન્દ્ર ફડણવીસ અને સંજય રાઉતે કરી મુલાકાત, અટકળો શરુ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Sep 2020 10:58 PM (IST)
શિવસેના નેતા સંજય રાઉત અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે હોટલ ગ્રાન્ડ હયાતમાં આજે બેઠક થઈ હતી. બન્ને નેતાઓ વચ્ચે આ બેઠક 2 કલાક સુધી ચાલી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -