Shiv Sena MLAs Row: મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર આજે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને તેમના જૂથના ધારાસભ્યો વિરુદ્ધ ગેરલાયકાતના કેસમાં ચુકાદો આપી રહ્યા છે. લગભગ 18 મહિના પહેલા શિંદે સહિત 39 ધારાસભ્યોએ તત્કાલિન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ બળવો કર્યો હતો, જેના કારણે 57 વર્ષ જૂની પાર્ટી શિવસેનામાં ભાગલા પડ્યા હતા અને મહાવિકાસ અઘાડીની સરકાર પડી ગઈ હતી. આ ઘટના બાદ બંને જૂથોએ એકબીજાના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માગણી કરતી અરજીઓ કરી હતી.
માત્ર રાજ્ય માટે જ નહીં પરંતુ દેશ માટે પણ મહત્વના એવા શિવસેનાના ધારાસભ્યની ગેરલાયકાતના કેસનું પરિણામ આખરે આજે જાહેર થયું. વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે આ પરિણામ આપ્યું અને મુખ્યમંત્રી એકનાથ શિંદે સહિત 16 ધારાસભ્યો લાયક માન્યા છે. તેથી જ રાજ્યની રાજકીય સ્થિતિ જેવી હતી તેવી જ રહેશે. આનાથી ઠાકરે જૂથને મોટો આંચકો લાગ્યો છે. આમ શિવસેના છોડનાર 16 ધારાસભ્યોના પદ યથાવત રહેશે. આ ઉપરાંત એકનાથ શિંદે પણ મુખ્યમંત્રી તરીકે કાયમ રહેશે. વિધાનસભાના સ્પીકર રાહુલ નારવેકરે શિંદે જૂથની તરફેણમાં નિર્ણય આપ્યો છે. શિંદે જૂથની શિવસેના અસલ હોવાનું તેમણે જણાવ્યું છે. એકનાથ શિંદેને હટાવવાનો અધિકાર ઉદ્ધવ ઠાકરે પાસે નછી.
મહારાષ્ટ્ર વિધાનસભામાં અયોગ્યતાના કેસમાં સ્પીકર રાહુલ નાર્વેકર ચુકાદો આપી રહ્યા છે. તેમણે કહ્યું કે 1999ના બંધારણને ધ્યાનમાં રાખવું પડશે કારણ કે 2018નું બંધારણ ECI સમક્ષ અસ્તિત્વમાં ન હતું. સ્પીકરે સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરાયેલા વિવિધ સોગંદનામાને ધ્યાનમાં લીધા છે અને પક્ષકારોની દલીલો પર આધાર રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ECI સમક્ષ બંધારણ પર વિચાર કરવો પડશે અને તેથી આ માંગ કરવામાં આવી છે.
વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે શિવસેનાના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. રાહુલ નાર્વેકરે ઉદ્ધવ જૂથને મોટો ઝટકો આપ્યો છે. સ્પીકર નાર્વેકરનો નિર્ણય શિંદે જૂથની તરફેણમાં આવ્યો છે. સ્પીકરે ઉદ્ધવ જૂથની માંગને ફગાવી દીધી છે. વિધાનસભા અધ્યક્ષે પોતાના નિર્ણયમાં કહ્યું કે, 'એકનાથ શિંદે જૂથ જ અસલી શિવસેના છે.'
માત્ર શિવસેનાનું 1999નું બંધારણ માન્ય છે.
નિર્ણય વાંચતી વખતે રાહુલ નાર્વેકરે કહ્યું, 'માત્ર શિવસેનાનું 1999નું બંધારણ માન્ય છે. EC રેકોર્ડ મુજબ સીએમ શિંદે જૂથ વાસ્તવિક પક્ષ છે. મેં ECના નિર્ણયને ધ્યાનમાં રાખ્યો છે. હું EC રેકોર્ડની બહાર જઈ શકતો નથી. ઉદ્ધવ જૂથની દલીલમાં કોઈ યોગ્યતા નથી. શિવસેના પ્રમુખ પાસે સત્તા નથી. શિંદેને નેતા પદ પરથી હટાવી શકાયા નથી. ઉદ્ધવ ઠાકરે એકનાથ શિંદેને હટાવી શક્યા નથી અને ઉદ્ધવ ઠાકરે એકલા નિર્ણયો લઈ શકતા નથી. કારોબારીની બેઠક બોલાવવામાં આવી ન હતી. બહુમતીના નિર્ણયનો અમલ થવો જોઈતો હતો. 2018નો નિર્ણય બંધારણ મુજબ નહોતો.
શિંદેને હટાવવાની સત્તા ઉદ્ધવ ઠાકરે પાસે નથીઃ સ્પીકર
ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના મામલામાં પોતાનો નિર્ણય સાંભળતા મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે કહ્યું, 'ઉદ્ધવ ઠાકરે પાસે એકનાથ શિંદેને હટાવવાની સત્તા નથી. શિવસેના પ્રમુખને પક્ષના કોઈપણ નેતાને હટાવવાનો અધિકાર નથી. એકનાથ શિંદેને વિધાયક દળના નેતા પદેથી હટાવવાનો નિર્ણય સ્વીકારી શકાય નહીં. આ ઉપરાંત સ્પીકરે વધુમાં કહ્યું કે, શિવસેનાના 55માંથી 37 ધારાસભ્યો શિંદેની સાથે છે તેથી તે જ અસલી શિવસેના છે.
સ્પીકરે કરેલી મહત્વની ટિપ્પણીઓ
- ઉદ્ધવ જૂથની માગને સ્પીકરે ફગાવી દીધી છે.
- ઉદ્ધવ એકલા ન લઈ શકે નિર્ણયઃ સ્પીકર
- શિંદેને ઉદ્ધવ ઠાકરે ન હટાવી શકેઃ સ્પીકર
- ઉદ્ધવનો નિર્ણય આખી પાર્ટીને ન પડે લાગૂઃ સ્પીકર
- ચૂંટણી પંચના નિર્ણયને ધ્યાનમાં રાખ્યોઃ સ્પીકર
- 2018નું સંવિધાન સંશોધન રેકોર્ડમાં નથીઃ સ્પીકર
- શિવસેનાનું 1999નું સંવિધાન જ માન્યઃ સ્પીકર
- સાચી શિવસેના કઈ, તે મહત્વનો મુદ્દોઃ સ્પીકર
- ECIના રેકોર્ડમાં શિંદે જૂથ અસલી શિવસેનાઃ સ્પીકર
- ઉદ્ધવ જૂથની દલીલમાં દમ નથીઃ સ્પીકર
- શિંદેને નેતા પદથી હટાવી નહોતા શકતાઃ સ્પીકર