Raut Slams Rahul : તાજેતરમાં જ જેલમાંથી જામીન પર બહાર આવેલા શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે) ના સાંસદ સંજય રાઉતના સ્વર અચાનક બદલાયા હોવ તેવું જણાઈ આવે છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા વિનાયક દામોદર સાવરકરને લઈને આપેલા નિવેદનને લઈને સંજય રાઉતે રાહુલ ગાંધીની આકરી ટીકા કરી હતી. સાથે જ તેમને કોંગ્રેસને પણ ધમકી આપી છે. 


કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના વીર સાવરકરને લઈને આપેલા નિવેદને મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ પેદા નરી નાખી છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સહયોગી પાર્ટી એનસીપી અને ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાએ રાહુલ ગાંધીના આ નિવેદનને લઈને પોતાની જાતને અળગી કરી લીધી છે. સંજય રાઉતે વીર સાવરકર પર રાહુલ ગાંધીના નિવેદન પર નારાજગી જાહેર કરતા કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં આવીને વીર સાવરકરને બદનામ કરવા એ અમને મંજુર નથી. 


ઉદ્ધવ ઠાકરેના નજીકના સંજય રાઉતે વીર સાવરકરને લઈને રાહુલ ગાંધીના નિવેદનને બિનજરૂરી ગણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે, આ નિવેદન નિરર્થક છે. ભારત  જોડો યાત્રા મોંઘવારી, અત્યાચાર વિરૂદ્ધ ચાલી રહી છે પણ રાહુલ ગાંધીએ આ પ્રકારનું નિવેદન ના આપવું જોઈએ. આ પ્રકારના નિવેદનની મહાવિકાસ અઘાડી પર પણ પડી શકે છે. આ મુદ્દો અહીં લાવવાની જરૂર નહોતી. વીર સાવરકર ક્યારેય ભાજપ અને આરએસએસ માતે મહત્વપૂર્ણ રહ્યાં નથી. વીર સાવરકર્ને ભારત રત્નઆપવામાં આવે તે અમારી માંગ રહી છે. રાઉતે આ વિવાદને લઈને કહ્યું હતું કે, સાવરકરને હજી સુધી ભારત રત્ન કેમ નથી આપવામાં આવ્યો? 


ઉદ્ધવે પણ રાહુલ ગાંધીના નિવેદન પર વાંધો વ્યક્ત કર્યો


સંજય રાઉત ઉપરાંત ઉદ્ધવ ઠાકરેએ પણ રાહુલ ગાંધીના આ નિવેદનને લઈને વાંધો વ્યક્ત કર્યો હતો.  ઉદ્ધવે કહ્યું હતું કે, તેઓ કોંગ્રેસના નેતાના આ નિવેદનથી સહમત નથી, પરંતુ તેમણે ભાજપને આ મુદ્દે રાજનીતિ ના કરવાની સલાહ પણ આપી હતી. 


સાવરકરને લઈને રાહુલે શું કહ્યું હતું?


રાહુલ ગાંધીએ 17 નવેમ્બરે ભારત જોડો યાત્રા દરમિયાન કહ્યું હતું કે, વીર સાવરકરે આઝાદીની લડાઈમાં જેલની સજામાંથી બચવા માટે અંગ્રેજોને માફીપત્ર લખીને આપ્યું  હતું. સાથે જ વીર સાકરકરેં અંગ્રેજો પાસેથી  રૂપિયા 60 પેંશન પણ લીધું હતું. રાહુલ ગાંધીના આ નિવેદન બાદ રાજ્યમાં રાહુલ ગાંધી વિરૂદ્ધ બરાબરનો ઉકળાટ ઉભો થયો છે. વીર સાવરકરના પૌત્ર રણજીત સાવરકરે કહ્યું હતું કે, રાહુલ ગાંધીના આ નિવેદનથી વીરસાવરકરની બદનામી થઈ છે. રણજીત સાવરકરે આ મામલે રાહુલ ગાંધી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે.