ચેન્નઈઃ દેશમાં આજે તમિલનાડુ (TamilNadu)s સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાઈ રહી છે. આ દરમિયાન તમિલનાડુમાં આજે સાંજે વિધાનસભા ચૂંટણી પૂરી થયા બાદ સંપૂર્ણ લોકડાઉન (Lockdown) લાદવામાં આવી શકે છે તેવી અટકળો વહેતી થઈ છે. જેને લઈ રાજ્યના આરોગ્ય સચિવે (Health Secretary) કહ્યું કે, રાજ્યમાં સંપૂર્ણ તાળાબંધીની કોઈ શક્યતા નથી. જોકે કોરોનાના કેસ વધતાં નિયમો કડક બનાવવામાં આવી શકે છે.
ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ, તમિલનાડુના આરોગ્ય સચવિ જે રાધાક્રિષ્નને લોકોને આવી કોઇ અફવા પર ધ્યાન ન આપવા અપીલ કરી હતી. ઉપરાંત બિન-જરૂરી પ્રવૃત્તિઓને પ્રતિબંધિત કરવા માટે કેટલાક ચોક્કસ પગલાં લેવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ સિવાય કોરોના પર કાબુ મેળવવા મહારાષ્ટ્ર જેવા નિયંત્રણો નાંખવામાં આવી શકે તેમ ઉમેર્યુ હતું.
રિપોર્ટ પ્રમાણે, કોરાનાને કાબુ કરવા માટે સરકારની જવાબદારી છે તેટલી જ લોકોની પણ છે. લોકોએ બિન જરૂરી પ્રવૃત્તિ જેમકે લગ્ન, અંતિમ સંસ્કાર, સાંસ્કૃતિક કાર્યક્રમાં મોટી સંખ્યામાં એકઠા થવાનું ટાળવું જોઈએ તેમ પણ આરોગ્ય સચિવે ઉમેર્યું હતું. અહેવાલ મુજબ તમિલનાડુમાં કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા 925 છે.
સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ પ્રમાણે, તમિલનાડુમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 23,777 છે. જ્યારે 8,66,913 લોકો કોરોનાને હરાવી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી 12,789 લોકોના મોત થયા છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, છેલ્લા 24 કલાકમાં 96,982 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 446 લોકોના મોત થયા છે. જોકે 50,143 લોકો ઠીક પણ થયા છે.
કુલ કેસ- એક કરોડ 26 લાખ 86હજાર 049
કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 17 લાખ 32 હજાર 279
કુલ એક્ટિવ કેસ - 8 લાખ 88 હજાર 23
કુલ મોત - એક લાખ 65 હજાર 547
આઠ કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 8 કરોડ 31 લાખ 10 હજાર 966 ડોઝ આપવામાં આવ્યા છે.