દિલ્લી:64 દિવસથી ચાલતા ખેડૂત આંદોલનમાં આજે એક નવો વળાંક આવ્યો છે. આજે સિંઘું બોર્ડર પર એક જુથ આવી ગયું  અને પથ્થર મારો કરવા લાગ્યો છે. બોર્ડર ખાલી કરવાના નારા સાથે જુથે ખેડૂતના ઘરણા પર હુમલો કર્યો હતો. સ્થાનિકો લોકો રોજગારી ઠપ્પ થઇ ગઇ હોવાના આરોપ સાથે ઉગ્ર બન્યા છે.અને ખેડૂતોના ટેન્ટ ઉખાડી દીધા છે. પરિસ્થિતિ વણસતા મોટી સંખ્યામાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ છે.  પોલીસે પરિસ્થિતિને કાબૂમાં મેળવવા માટે ટીયરગેસના સેલ છોડ્યા છે.


26 જાન્યુઆરીએ થયેલા તોફાન બાદ સરકાર અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરી રહી છે તો બીજી તરફ નવા કૃષિ કાયદાના વિરોધ મુદ્દે આજે મહાપંચાયત બોલાવાઇ છે. સિંઘુ બોર્ડર પર ખેડૂતો પર હુમલો કરનાર સ્થાનિક વેપારી હોવાનું સામે આવ્યું છે.  તેમનું કહેવું છે કે, લાંબા સમયથી ચાલતા ધરણાના કારણે વેપાર ઠપ્પ થઇ ગયો છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા  તાબડતોબ મોટી સંખ્યામાં દિલ્લી પોલીસ પહોંચી જતાં પરિસ્થિતિ પર કાબૂ મેળવાયો છે.