નવી દિલ્હી: એર ઇન્ડિયાની સિંગાપુર જતી ફ્લાઈટને ગુરુવારે સવારે ટેકનિકલ સમસ્યાને કારણે દિલ્હી પરત ફરવાની ફરજ પડી હતી. લગભગ 190 મુસાફરો સવાર હતા. ફ્લાઇટ બોઇંગ 787-9 ડ્રીમલાઇનર વિમાનથી સંચાલિત હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફ્લાઇટ દરમિયાન, વિમાનને APU (સહાયક પાવર યુનિટ) સંબંધિત આગની ચેતવણી મળી હતી. આ ચેતવણીને પગલે પાઇલટ્સે મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને વિમાનને દિલ્હી પરત કરવાનો નિર્ણય લીધો હતો. આ વિમાન એક કલાક સુધી આકાશમાં ફરતું રહ્યું હતું અને બાદમાં દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત ઉતરાણ કર્યું હતું.
લગભગ એક કલાક સુધી ઉડાન ભર્યા બાદ વિમાન દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું હતું. ત્યારબાદ વિમાન સુરક્ષિત રીતે ઉતર્યું અને મુસાફરોને વૈકલ્પિક ફ્લાઇટમાં સિંગાપોર ખસેડવામાં આવ્યા હતા. એરલાઇને એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે કોઈપણ અસુવિધા ટાળવા માટે મુસાફરોને બીજી ફ્લાઇટમાં સિંગાપોર લઈ જવામાં આવ્યા હતા. દિલ્હીમાં ગ્રાઉન્ડ સ્ટાફે મુસાફરોને સંપૂર્ણ સહાય પૂરી પાડી હતા.
વિમાન એક કલાક સુધી ઉડાન ભર્યું
એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ફ્લાઇટ AI 2380 દિલ્હીથી સિંગાપોર જવા માટે 14 જાન્યુઆરીએ રવાના થઈ હતી. ટેકઓફ કર્યાના થોડા સમય પછી એક શંકાસ્પદ ટેકનિકલ સમસ્યા મળી આવી હતી, જેના કારણે સાવચેતી તરીકે ફ્લાઇટને પાછી બોલાવવાની ફરજ પડી હતી. ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ Flightradar24 અનુસાર, બોઇંગ 787-9 ડ્રીમલાઇનર લગભગ એક કલાક સુધી હવામાં રહ્યું અને પછી લગભગ 1 વાગ્યે દિલ્હીમાં ઉતરાણ કર્યું હતું.
એરલાઇન્સે દુઃખ વ્યક્ત કર્યું હતું
એરલાઇન્સના જણાવ્યા અનુસાર, વિમાન દિલ્હીમાં સુરક્ષિત રીતે ઉતરાણ કર્યા પછી ગ્રાઉન્ડ સ્ટાફે મુસાફરોને સંપૂર્ણ સહાય પૂરી પાડી. વધુ અસુવિધા ટાળવા માટે, તેમને બીજી ફ્લાઇટમાં સિંગાપોર ખસેડવામાં આવ્યા હતા. ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ Flightradar24 અનુસાર, ફ્લાઇટ રાત્રે 1 વાગ્યાની આસપાસ દિલ્હી પાછી ઉતરાણ કરી. એર ઇન્ડિયાએ પણ આ ઘટનાને કારણે મુસાફરોને થયેલી અસુવિધા બદલ દિલગીરી વ્યક્ત કરી છે.