SIR draft electoral roll: ભારતીય Election Commission (ચૂંટણી પંચ) એ 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ગોવા, પુડુચેરી અને લક્ષદ્વીપ માટે નવી Draft Voter List જાહેર કરી છે. ચોંકાવનારી વાત એ છે કે આ યાદીમાંથી 1 કરોડથી વધુ મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે. જો તમે આ રાજ્યોના વતની હોવ, તો તમારું નામ યાદીમાં બોલે છે કે નહીં તે ચકાસવું અનિવાર્ય છે. અહીં અમે તમને ECINET App અને વેબસાઈટ દ્વારા ઘરે બેઠા સ્ટેટસ ચેક કરવાની સરળ રીત જણાવીશું.

Continues below advertisement

દેશમાં ચૂંટણી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે ચૂંટણી પંચે કમર કસી છે. મંગળવારે જાહેર થયેલા આંકડા મુજબ, SIR હેઠળની ચકાસણી બાદ મતદારોની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે. ગયા વર્ષે 27 ઓક્ટોબર સુધી આ 5 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 13.36 કરોડ મતદારો હતા. પરંતુ નવી ડ્રાફ્ટ યાદીમાં આ આંકડો ઘટીને 12.32 કરોડ થઈ ગયો છે. એટલે કે સીધા 1 કરોડથી વધુ નામો યાદીમાંથી બાકાત કરવામાં આવ્યા છે. જેમાં મૃત્યુ પામેલા, સ્થળાંતરિત થયેલા અને બોગસ મતદારોનો સમાવેશ થાય છે.

ઘરે બેઠા આ રીતે કરો ચેક

Continues below advertisement

તમારું નામ સુરક્ષિત છે કે નહીં તે જાણવા માટે તમારે કોઈ સરકારી કચેરીએ જવાની જરૂર નથી. તમે તમારા સ્માર્ટફોનથી જ આ માહિતી મેળવી શકો છો:

સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોર પરથી ‘ECINET’ એપ ડાઉનલોડ કરો.

એપ ઓપન કરીને 'Search Your Name in Voter List' વિકલ્પ પસંદ કરો.

તમારો EPIC Number (વોટર આઈડી કાર્ડ નંબર) એન્ટર કરો.

જો તમારું નામ યાદીમાં હશે તો તમામ વિગતો સ્ક્રીન પર દેખાશે. આ ઉપરાંત તમે voters.eci.gov.in વેબસાઈટ પર જઈને અથવા SIR ફોર્મ પરનો QR કોડ સ્કેન કરીને પણ વિગતો મેળવી શકો છો.

જો નામ યાદીમાં ન હોય તો શું કરવું?

જો તમારું નામ ડ્રાફ્ટ લિસ્ટમાં નથી, તો ગભરાશો નહીં. નામ ફરીથી ઉમેરવા માટે તમારે તાત્કાલિક Form-6 ભરવું પડશે. આ ફોર્મ ભરીને જરૂરી દસ્તાવેજો સાથે તમારા વિસ્તારના BLO (બૂથ લેવલ ઓફિસર) ને જમા કરાવો. ઘણીવાર કમિશન તમને સુનાવણી માટે બોલાવી શકે છે, જ્યાં તમારે તમારી ભારતીય નાગરિકતા અને મતદાન પાત્રતાના પુરાવા રજૂ કરવા પડશે.