નવી દિલ્હીઃ કોરોનાના સતત વધતા કેસોની વચ્ચે દિલ્હી સરકારે કેટલીક સુવિધાઓમાં લૉકડાઉનમાં રાહત આપવાનો આદેશ આપ્યો છે. દિલ્હીમાં DDMAએ તરફથી જાહેર કરાયેલા આ આદેશમાં પશુ ચિકિત્સક, પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન, વૉટર પ્યૂરીફાયર મિકેનિક અને લેબ ટેકનિશિયનને છૂટછાટ આપવામાં આવી છે.
આ ઉપરાંત એજ્યૂકેશનના કેટલાક બુક સ્ટૉર અને પંખાની દુકાનોને ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. આ બધી છૂટછાટ આથી લાગુ થઇ ગઇ છે.
DDMAના આદેશ પ્રમાણે આ લોકોને મળી છૂટછાટ
- પશુ ચિકિત્સકો, ડિસ્પેન્સરી, ક્લિનીક, પેથોલૉજી લેબ, દવાઓ અને વેક્સિનના વેચાણ અને સપ્લાય
- મેડિકલ અને વેટનરી સ્ટાફ, વૈજ્ઞાનિક, નર્સ, પેરા મેડિકલ સ્ટાફ, લેબ ટેકનિશિયન, ડાઇ, હૉસ્પીટલ સપોર્ટ સર્વિસ, એમ્બ્યૂલન્સ -આ બધાને અંતર રાજ્યયાત્રાની અનુમતી આપવામાં આવી છે
- બાળકો, ડિસેબલ્ડ, વરિષ્ઠ નાગરિકો, બેઘરો, મહિલાઓ, વિધવાઓ માટે ચલાવવામાં આવતા આશ્રમ
- ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર અને વૉટર પ્યૂરિફાયર મિકેનિક
- એજ્યૂકેશન બુક સ્ટૉર
- ઇલેક્ટ્રિક પંખાની દુકાનો
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પોતાના આદેશમાં આ બધી વસ્તુઓની છૂટ આપી હતી. હવે દિલ્હી સરકારે પણ આને લાગુ કરી દીધી છે. આ પહેલા 19 એપ્રિલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લૉકડાઉનમાં કોઇપણ ના આપવાની વાત કહી હતી. હવે કેટલીક વસ્તુઓને છૂટછાટ આપવામાં આવી છે.
દિલ્હીમાં લૉકડાઉનમાં ઢીલ અપાઇ, પ્લમ્બર અને ઇલેક્ટ્રિશિયન સહિત આ લોકોને મળી છૂટછાટ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Apr 2020 03:01 PM (IST)
દિલ્હીમાં DDMAએ તરફથી જાહેર કરાયેલા આ આદેશમાં પશુ ચિકિત્સક, પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન, વૉટર પ્યૂરીફાયર મિકેનિક અને લેબ ટેકનિશિયનને છૂટછાટ આપવામાં આવી છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -