Sonali Phogat's Death case : ગોવા પોલીસે બીજેપી નેતા અને ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટના મોત (Sonali Phogat's Death case )ના મામલામાં બે લોકોની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ફોગટ સાથે 22 ઓગસ્ટે ગોવા પહોંચેલા સુધીર સાંગવાન અને સુખવિંદર વાસીની ધરપકડ કરવામાં આવી છે. સુધીર સાંગવાન સોનાલી ફોગાટનો પર્સનલ આસિસ્ટન્ટ  છે. જણાવી દઈએ કે આજે સોનાલી ફોગાટનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. તેના રિપોર્ટમાં શરીર પર ઈજાના અનેક નિશાન જોવા મળ્યા હતા.


શરીર પર ઈજાના અનેક નિશાન મળ્યાં 
સોનાલી ફોગટના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં જણાવાયું છે કે, "મૃત્યુના કારણ પર અભિપ્રાય રાસાયણિક વિશ્લેષણ સુધી અનામત રાખવામાં આવ્યો છે." ઉપરોક્ત તથ્યોને ધ્યાનમાં રાખીને, તપાસ અધિકારીએ એ જાણવાની જરૂર છે કે મૃત્યુ કેવી રીતે થયું."


સુધીર સાંગવાન અને સુખવિંદર વાસીની ધરપકડ 
સોનાલી ફોગટના પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ  સુધીર સાંગવાન અને સુખવિંદર વાસી વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે બંનેને પૂછપરછ માટે બોલાવ્યા અને પછી ધરપકડ કરી.


23 ઓગસ્ટે સવારે મૃત્યુ થયું 
ટિકટોકથી પ્રસિદ્ધિ મેળવનાર હરિયાણાના હિસારના નેતા ફોગાટને 23 ઓગસ્ટની સવારે ઉત્તર ગોવા જિલ્લાના અંજુના વિસ્તારમાં આવેલી સેન્ટ એન્થોની હોસ્પિટલમાં મૃત હાલતમાં લાવવામાં આવ્યા હતા. હાર્ટ એટેકને મૃત્યુનું સંભવિત કારણ ગણાવ્યું હતું. સોનાલી ફોગટના ભાઈ ઢાકાએ કહ્યું કે તેના મૃત્યુના થોડા સમય પહેલા સોનાલીએ તેની માતા, બહેન અને પરિવારના અન્ય સભ્ય સાથે વાત કરી હતી. ઢાકાએ કહ્યું કે તે અસ્વસ્થ જણાતી હતી અને તેણે તેના બે સાથીદારો સામે ફરિયાદ કરી હતી.


મુખ્યમંત્રીએ શું કહ્યું?
ઢાકાએ પોલીસ ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે ત્રણ વર્ષ પહેલા તેની બહેનના એક સહયોગીએ તેના ભોજનમાં કંઈક ઉમેરીને તેનું યૌન શોષણ કર્યું હતું અને બાદમાં તેને બ્લેકમેલ કરી હતી.


સોનાલી ફોગટના નિધન (Sonali Phogat's Death case ) પર આજે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે આ ખૂબ જ દુઃખદ સમાચાર છે. અમે ગોવાના સીએમ અને પોલીસ અધિકારીઓ સાથે વાત કરી. 


ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યું કે રાજ્યના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) જસપાલ સિંહ સોનાલી ફોગટના મૃત્યુની તપાસની વ્યક્તિગત દેખરેખ કરી રહ્યા છે.