(Source: ECI/ABP News/ABP Majha)
Sonia Gandhi Health Update: સોનિયા ગાંધીના સ્વાસ્થ્યને લઈ આવ્યા મોટા સમાચાર, કોરોના બાદ નાકમાંથી નીકળ્યું લોહી
Sonia Gandhi Health: ગુરુવારે સોનિયા ગાંધીને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. જયરામ રમેશે જણાવ્યું કે સોનિયા ગાંધીના શ્વસનતંત્રના નીચેના ભાગમાં ફંગલ ઇન્ફેક્શન જોવા મળ્યું છે.
Sonia Gandhi Health Update: કોંગ્રેસ દ્વારા સોનિયા ગાંધીના સ્વાસ્થ્યને લઈને એક અપડેટ આપવામાં આવ્યું છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે સોનિયા ગાંધીની તબિયત વિશે જણાવ્યું કે 12 જૂને તેમના નાકમાંથી લોહી આવ્યું. જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સોનિયા ગાંધી હાલમાં હોસ્પિટલમાં દાખલ છે. જ્યાં ડોક્ટરોની એક ટીમ સોનિયા ગાંધીના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે.
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે સોનિયા ગાંધીની હેલ્થ અપડેટ જાહેર કર્યુ. જેમાં તેણે કહ્યું કે સોનિયા ગાંધીને કોરોના છે. 12 જૂનના રોજ તેમના નાકમાંથી લોહી નીકળ્યું, ત્યારબાદ તેમને દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સોનિયા ગાંધીને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ તરત જ તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. જયરામ રમેશના જણાવ્યા અનુસાર ગઈકાલે એટલે કે ગુરુવારે સોનિયા ગાંધીને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. જયરામ રમેશે જણાવ્યું કે સોનિયા ગાંધીના શ્વસનતંત્રના નીચેના ભાગમાં ફંગલ ઇન્ફેક્શન જોવા મળ્યું છે. આ અને કોરોના પછી દેખાતા અન્ય લક્ષણોની સારવાર ચાલી રહી છે. 2 જૂનના રોજ સોનિયા ગાંધી કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા હતા.
Congress President Sonia Gandhi is currently being treated for a fungal infection detected in her lower respiratory* tract, along with other post-COVID symptoms. She continues to be under close observation and treatment: Congress party issues a statement pic.twitter.com/YS1C4hw9j4
— ANI (@ANI) June 17, 2022
23મીએ ED સમક્ષ થવાનું છે હાજર
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સોનિયા ગાંધીને નેશનલ હેરાલ્ડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં 23 જૂને પૂછપરછ માટે હાજર થવા જણાવ્યું છે. આ પહેલા EDએ સોનિયા ગાંધીને 8મી જૂને હાજર થવા જણાવ્યું હતું. પરંતુ 2 જૂનના રોજ, સોનિયા ગાંધીને કોરોના વાયરસથી સંક્રમિત થવાના કારણે તેમણે તપાસ એજન્સીને નવી તારીખ આપવાનું કહ્યું હતું.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
ભારતમાં કોરોના કેસમાં ગઈકાલ કરતાં આજે વધારો થયો છે. સતત બીજા દિવસે 12 હજારથી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 12,847 નવા કેસ અને 14 સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસનો આંકડો 63 હજારને પાર થયો છે. દૈનિક પોઝિટિવિટી રેટ 2.47 ટકા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 63,063 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,24,817 પર પહોંચ્યો છે. દેશમાં 4,26,82,697 લોકો કોરોના સામેજંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 195,84,03,471 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.જેમાંથી ગઈકાલે 15,27,365 ડોઝ આપવામાં આવ્યા હતા.