સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરાઓને હટાવવાનો પહેલાનો આદેશ યથાવત રાખ્યો છે. 2025નો જૂનો આદેશ જ અમલમાં રહેશે અને એનિમલ વેલફેર બોર્ડની અરજીઓ ફગાવી દીધી છે.
Stray Dogs Case: રખડતાં શ્વાન પર નહિ બદલાય 2025નો આદેશ, સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી
Stray Dogs Case:સુપ્રીમ કોર્ટે શેરીના રખડતા શ્વાન અંગે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે, રખડતા કૂતરાઓને હટાવવાનો પહેલાનો આદેશ યથાવત રહેશે અને તેમાં કોઈ ફેરફાર નહીં કરવામાં આવે.

Stray Dogs Case:સુપ્રીમ કોર્ટે શેરીના રખડતા શ્વાન અંગે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે, રખડતા કૂતરાઓને હટાવવાનો પહેલાનો આદેશ યથાવત રહેશે અને તેમાં કોઈ ફેરફાર નહીં કરવામાં આવે. રખડતા કૂતરાઓ સંબંધિત 2025નો જૂનો આદેશ જ અમલમાં રહેશે. સાથે જ કોર્ટે એનિમલ વેલફેર બોર્ડ દ્વારા દાખલ કરાયેલા તમામ અરજીઓ પણ ફગાવી દીધી.
સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે રસ્તાઓ પરથી રખડતાં કૂતરાઓને પકડીને શેલ્ટર હોમમાં મોકલવાનો આદેશ આપ્યો હતો.
જાહેર આરોગ્ય અને સુરક્ષાનો મુદ્દો
રખડતાં કૂતરાઓ સંબંધિત વિવિધ અરજીઓ પર સુનાવણી દરમિયાન જસ્ટિસ વિક્રમનાથ, જસ્ટિસ સંદીપ મહેતા અને જસ્ટિસ એન.વી. અંજારિયાની બેન્ચે કહ્યું કે આ મામલો જાહેર આરોગ્ય અને સુરક્ષાથી જોડાયેલો છે.કોર્ટે નોંધ્યું કે, શેરીના કૂતરાઓના હુમલાની સમસ્યા ચિંતાજનક બની રહી છે, દેશમાં રેબીઝના કારણે અનેક લોકોના મોત થયા છે, રાજ્યોને Animal Birth Control (ABC) નિયમોનું પાલન કરવું જોઈએ, સુપ્રીમ કોર્ટે 2025ના આદેશમાં ફેરફાર કરવાની ના પાડી અને કહ્યું કે, જૂનો આદેશ જ લાગુ રહેશે.
નવેમ્બર 2025માં સુપ્રીમ કોર્ટે આપેલો આદેશ
ગયા વર્ષે ઓગસ્ટમાં જસ્ટિસ જે.બી. પરદીવાલા અને આર. મહાદેવનની બેન્ચે દિલ્હી-એનસીઆરના અધિકારીઓને રસ્તાઓ પરથી શેરી કૂતરાઓને પકડીને શેલ્ટર હોમમાં મોકલવાનો આદેશ આપ્યો હતો.
કોર્ટે આ પણ જણાવ્યું હતું કે, કૂતરાઓની નસબંધી અને રસીકરણ પછી તેમને ફરી રસ્તાઓ પર છોડવામાં ન આવે, આ કામગીરીમાં અવરોધ ઉભો કરનારાઓ સામે કોર્ટની કાર્યવાહી થઈ શકે ત્યારબાદ નવેમ્બર 2025માં સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો અને National Highways Authority ને આદેશ આપ્યો કે, શાળાઓ, કોલેજો, હોસ્પિટલો, રેલવે સ્ટેશનો, બસ સ્ટેન્ડ અને રમતના મેદાનો જેવી જગ્યાઓ પરથી આવારા કૂતરાઓને દૂર કરવામાં આવે, શૈક્ષણિક અને આરોગ્ય સંસ્થાઓની આસપાસ બાઉન્ડરી બનાવવામાં આવે જેથી કૂતરાઓ અંદર ન આવી શકે.પકડાયેલા કૂતરાઓને ફરીથી એ જ સ્થળે ન છોડવામાં આવે
કોર્ટે ગયા વર્ષે બાળકોને રખડતા કૂતરાઓ દ્વારા કર઼ડવાના અને રેબીઝના વધતા કેસોને ધ્યાનમાં રાખીને સ્વયં સંજ્ઞાન લીધું હતું. 29 જાન્યુઆરીએ ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો
સુપ્રીમ કોર્ટે 29 જાન્યુઆરીએ તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. મામલાની ગંભીરતા ધ્યાનમાં રાખીને કોર્ટે તમામ પક્ષોને એક અઠવાડિયામાં લેખિત દલીલો રજૂ કરવા કહ્યું હતું.
છેલ્લા કેટલાક સમયથી દેશમાં રખડતા કૂતરાઓનો આતંક વધ્યો છે, કૂતરાના કરડવાના અનેક કેસો સામે આવ્યા છે, આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ઘણી અરજીઓ દાખલ થઈ હતી. અરજીઓમાં કૂતરાઓની વધતી સંખ્યાને નિયંત્રિત કરવા લોકોની સુરક્ષા માટે કડક માર્ગદર્શિકા બનાવવા માગ કરવામાં આવી હતી.
દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો મામલો
એક તરફ સામાન્ય લોકોની સુરક્ષા અને નગરપાલિકાઓની જવાબદારી અંગે ચર્ચા થઈ રહી હતી, તો બીજી તરફ પશુ અધિકાર કાર્યકર્તાઓએ જાનવરો સાથે ક્રૂરતા ન કરવાની અને નિયમો મુજબ નસબંધી કરવાની વાત કરી હતી. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય પર સમગ્ર દેશની નજર હતી, કારણ કે આ આદેશ આવારા કૂતરાઓની સમસ્યાનો સામનો કરવા માટે ભવિષ્યની દિશા નક્કી કરશે.
Frequently Asked Questions
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરાઓ અંગે શું ચુકાદો આપ્યો છે?
શેરીના રખડતા કૂતરાઓનો મુદ્દો શા માટે મહત્વપૂર્ણ છે?
આ મામલો જાહેર આરોગ્ય અને સુરક્ષા સાથે જોડાયેલો છે. રખડતા કૂતરાઓના હુમલાની સમસ્યા ચિંતાજનક બની રહી છે અને રેબીઝથી અનેક લોકોના મોત થયા છે.
કૂતરાઓની નસબંધી અને રસીકરણ અંગે સુપ્રીમ કોર્ટનો શું આદેશ છે?
કોર્ટે જણાવ્યું હતું કે, કૂતરાઓની નસબંધી અને રસીકરણ પછી તેમને ફરી રસ્તાઓ પર છોડવામાં ન આવે. આ કામગીરીમાં અવરોધ ઉભો કરનારાઓ સામે કોર્ટની કાર્યવાહી થઈ શકે છે.
કૂતરાઓને ક્યાંથી દૂર કરવા અને ક્યાં પગલાં લેવા જોઈએ?
શાળાઓ, કોલેજો, હોસ્પિટલો, રેલવે સ્ટેશનો, બસ સ્ટેન્ડ અને રમતના મેદાનો જેવી જગ્યાઓ પરથી આવારા કૂતરાઓને દૂર કરવા જોઈએ. શૈક્ષણિક અને આરોગ્ય સંસ્થાઓની આસપાસ બાઉન્ડરી બનાવવી જોઈએ.





















