Earthquake In India : તુર્કીમાં તાજેતરમાં આવેલા ભૂકંપ બાદ દુનિયાભરના વૈજ્ઞાનિકો ભવિષ્યને લઈને આશંકા વ્યક્ત કરી રહ્યા છે. ભારતમાં પણ વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ હિમાલયન જીઓલોજીના વૈજ્ઞાનિકોએ હિમાલયમાં એવા 20 વિસ્તારોનો અંદાજ લગાવ્યો છે, જ્યાં 8 કે તેથી વધુ રિએક્ટર સ્કેલનો ધરતીકંપ ગમે ત્યારે આવી શકે છે. 5 કે તેથી વધુ તીવ્રતાના ભૂકંપના કારણે અહીંની ઈમારત હલી જાય છે. આ સ્થિતિમાં જો 8ની તીવ્રતાનો ભૂકંપ આવે તો તેનાથી થનારા નુકસાનની આપણે કલ્પના પણ ના કરી શકાય. તુર્કીમાં આવેલા ભૂકંપની તીવ્રતા 7.9 હતી.


સંસ્થાના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. આરજે પેરુમલના જણાવ્યા અનુસાર, હિમાલયના લગભગ 2000 કિલોમીટરના વિસ્તારમાં અને ભારતમાં લગભગ અડધો ડઝન વિસ્તારોમાં મોટા ભૂકંપની સંભાવના ધરાવતા 20 વિસ્તારો હોઈ શકે છે. 


આવા ભૂકંપની સંભાવના ઉત્તરાખંડના રામનગર, હિમાચલ પ્રદેશના કાંગડા અને આસામ પ્રદેશમાં સૌથી વધુ છે. તેનું કારણ એ છે કે, આ વિસ્તારોની ધરતીની નીચે તણાવ ચાલી રહ્યો હોવા છતાં ઊર્જા બહાર આવી શકતી નથી. ડૉ. પેરુમલ કહે છે કે, વર્ષ 1255માં રામનગર વિસ્તારમાં આઠથી નવ રિએક્ટરનો ભૂકંપ આવ્યો હતો. ત્યાર બાદ અહીં કોઈ મોટો ભૂકંપ નોંધાયો નથી.


તેવી જ રીતે વર્ષ 1255માં નેપાળમાં ભૂસ્તરશાસ્ત્રીય બંધારણ સાથે ખૂબ જ શક્તિશાળી ભૂકંપ (8.0 થી 9.0) આવ્યો હતો. 1831, 1934 અને 2015માં ભારે ભૂકંપ આવી ચુક્યા છે. હિમાચલના કાંગડા જે સમાન સૂક્ષ્મ ભૂકંપના પટ્ટામાં આવે છે તેણે 1905ના ભૂકંપ (રિક્ટર સ્કેલ પર 7.8) પછી કોઈ ભૂકંપનો અનુભવ કર્યો ન હતો. દેશના મધ્ય નેપાળ અને આસામ પ્રાંત પણ એક પટ્ટામાં આવે છે. અહીં ટૂંકા અંતરાલમાં નાના ધરતીકંપો તેમજ મોટા ધરતીકંપો આવે છે. નેપાળમાં વર્ષ 1255ના ભૂકંપને બાદ કરતાં છેલ્લા ત્રણ મોટા ભૂકંપનો સમયગાળો 51 થી 81 વર્ષનો હતો અને આ જ માર્ગના આસામમાં છેલ્લા 2 મોટા ભૂકંપ 51 થી 81 વર્ષની વચ્ચે આવ્યા છે.


શા માટે આવે છે ભૂકંપ?


આનો જવાબ જાણવા માટે સૌથી પહેલા તમારે પૃથ્વીની રચનાને સમજવી પડશે. આખી પૃથ્વી 12 ટેક્ટોનિક પ્લેટો પર ટકેલી છે. લાવા આ ટેકટોનિક પ્લેટો હેઠળ રહેલો છે. આ લાવા પર આ 12 પ્લેટો તરતી રહી છે. જ્યારે લાવા આ પ્લેટો સાથે અથડાય છે, ત્યારે જે ઊર્જા નીકળે છે તેને ભૂકંપ કહેવામાં આવે છે.


એ પણ સમજી શકાય છે કે, પૃથ્વીનું સૌથી બહારનું સ્તર જે 12 પ્લેટોમાં વહેંચાયેલું છે. આ પ્લેટો સતત બદલાતી રહે છે. કેટલીકવાર આ પ્લેટો સ્થળાંતર કરતી વખતે એકબીજા સાથે અથડાય છે. જેના કારણે ભૂકંપના આંચકા અનુભવાય છે. જેના કારણે જમીન પણ સરકી જાય છે.


કરોડો વર્ષો પહેલા ભારત એશિયાની નજીક નહોતુ. પરંતુ જમીન પર આવતા ભૂકંપના કારણે ભારત દર વર્ષે લગભગ 47 મીમી આગળ વધીને મધ્ય એશિયા તરફ આગળ વધી રહ્યું છે. લગભગ સાડા પાંચ કરોડ વર્ષ પહેલાં એક અથડામણ એટલી જબરદસ્ત હતી કે આખે આખા હિમાલયની રચના થઈ ગઈ.


એક સમયે ભારત એક મોટો ટાપુ હતો. 6,000 કિલોમીટરથી વધુ સમય સુધી દરિયામાં તરતો આ ટાપુ યુરેશિયા ટેક્ટોનિક પ્લેટ સાથે અથડાયો અને હિમાલયની રચના થઈ. હિમાલય એ વિશ્વની સૌથી નાના ઉંમરની પર્વતમાળા છે.


વૈજ્ઞાનિકોના અનુમાન મુજબ, ભૂસ્તરશાસ્ત્રીય ફેરફારોને કારણે હિમાલયના પ્રદેશો ભૂકંપ માટે ખૂબ જ સંવેદનશીલ બની રહ્યા છે. આ કારણે બંને પ્લેટો સતત એકબીજા પર દબાણ કરી રહી છે, જેના કારણે પ્રદેશમાં અસ્થિરતા છે. પરંતુ સવાલ એ ઊભો થાય છે કે હિમાલયની ધરતીની પ્લેટો સ્થિર કેમ નથી થઈ રહી? તેનો જવાબ જાણવા માટે 'અંડરવર્લ્ડ કોડ' નામના સોફ્ટવેર દ્વારા કરોડો વર્ષ પહેલા થયેલી અથડામણને સમજવાના પ્રયાસો હજુ પણ ચાલુ છે.


ભૂકંપની તીવ્રતા અને કેન્દ્રનો અર્થ શું થાય છે?


સિસ્મોગ્રાફ્સનો ઉપયોગ ભૂકંપની તીવ્રતા અને સમયગાળો માપવા માટે થાય છે. સિસ્મોગ્રામ દ્વારા પૃથ્વીની હિલચાલનો ગ્રાફ બનાવવામાં આવે છે. ધરતીકંપનું કેન્દ્ર એ સ્થાન છે જ્યાં તેની નીચે પ્લેટોમાં હલનચલન થાય છે. જેને હાઇપોસેન્ટર કહેવામાં આવે છે. આ તે છે જ્યાં મહત્તમ કંપન પણ થાય છે. જેમ જેમ કંપનની આવર્તન દૂર થાય છે તેમ તેમ તેની અસર ઘટતી જાય છે.


જો રિએક્ટર સ્કેલ પર 7 કે તેથી વધુની આવર્તન સાથે ધરતીકંપ આવે છે તો આસપાસના 40 કિમી ત્રિજ્યામાં તીવ્ર આંચકા અનુભવાય છે. જો ધરતીકંપની આવર્તન ઉપરની બાજુએ હોય તો ઓછા વિસ્તારો ભૂકંપથી પ્રભાવિત થાય છે, જ્યારે જો આ આવર્તન નીચેની બાજુએ હોય, તો મોટા વિસ્તાર ભૂકંપથી પ્રભાવિત થાય છે.


ભૂકંપની વધતી તીવ્રતાનો અર્થ સમજો


ભૂકંપની તીવ્રતા સંખ્યા દ્વારા માપવામાં આવે છે. જેમ જેમ આ સંખ્યા વધે છે તેમ તેમ ભૂકંપમાંથી મુક્ત થતી ઉર્જા પણ વધે છે. જો ધરતીકંપની તીવ્રતા 1 પોઈન્ટ વધી જાય તો તેમાંથી નીકળતી ઉર્જા 32 ગણી વધી જાય છે. ઉદાહરણ તરીકે 5ની તીવ્રતાનો ધરતીકંપ 4ની તીવ્રતાના ધરતીકંપ કરતાં 32 ગણી વધુ ઊર્જા છોડે છે. આ રીતે તે આગળ વધે છે અને તેનાથી ઉદ્ભવતા જોખમ પણ.


8ની તીવ્રતાનો ધરતીકંપ 1,000 ગણી વધુ ઊર્જા છોડે છે


વૈજ્ઞાનિકોએ ભારતમાં 8 કે તેથી વધુની તીવ્રતા ધરાવતો ભૂકંપ હોવાની વાત કરી છે. 8ની તીવ્રતાનો ધરતીકંપ 7ની તીવ્રતાના ધરતીકંપ કરતાં 1,000 ગણી વધુ ઉર્જા છોડે છે. 8ની તીવ્રતા સાથેનો ભૂકંપ ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. તેનો ભોગ ખૂબ મોટો વિસ્તાર છે અને તે લાંબા સમય સુધી અનુભવાય છે. આ ભૂકંપથી ઈમારતો સંપૂર્ણપણે જમીનદોસ્ત થઈ જાય છે. આ ભૂકંપના આંચકાથી સ્તંભો, દિવાલો અને ભારે ફર્નિચર પડી જાય છે. 8 કે તેથી વધુની તીવ્રતાના ધરતીકંપ વર્ષમાં એકવાર આવી શકે છે.