Heatwave Conditions: દેશમાં આ વખતે માર્ચ મહિનામાં ગરમીએ છેલ્લા 122 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. માર્ચ 2022 માં નોંધાયેલ સરેરાશ મહત્તમ તાપમાન 1901 થી 2022 દરમિયાન 33.10°C સાથે છેલ્લા 122 વર્ષોમાં અત્યાર સુધીનું સૌથી વધુ છે અને તેણે માર્ચ 2010નો 33.09 °C નો રેકોર્ડ તોડ્યો છે.


આ વખતે માર્ચ મહિનાથી જ આકરી ગરમી શરૂ થઈ ગઈ હતી અને દેશના ઘણા ભાગોમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. રાજધાની દિલ્હીના કેટલાક વિસ્તારોમાં માર્ચમાં 40 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું હતું અને આ સમયની ગરમીને જોતા અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે ઘણા રેકોર્ડ તૂટી જશે અને એવું જ થયું.


સમગ્ર દેશમાં સૌથી વધુ તાપમાન 33.10 ડિગ્રી નોંધાયું
ભારતીય હવામાન વિભાગે માહિતી આપી કે આ વખતે માર્ચ 2022માં ગરમીએ 122 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે, જેના પર એબીપીએ  હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડૉ.આર.કે . જીમાની સાથે વાત કરી. તેમણે જણાવ્યું કે દેશભરમાં સૌથી વધુ તાપમાન 33.10 ડિગ્રી હતું. અગાઉ માર્ચ 2022 પહેલા  આ રેકોર્ડ 2010માં તૂટ્યો હતો, જ્યારે સૌથી વધુ તાપમાન 33.9 ડિગ્રી નોંધાયું હતું. અત્યારે વરસાદની કોઈ શક્યતા નથી. આ સ્થિતિ હવે 8 થી 10 દિવસ રહેવાની ધારણા છે.


દિલ્હીમાં સૌથી વધુ તાપમાન નોંધાયું 
દિલ્હી અંગે  વૈજ્ઞાનિક ડો.આર.કે .જીનામણીએ જણાવ્યું કે રાજધાનીમાં માર્ચમાં તાપમાન 39 થી 41 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું અને છેલ્લા 2 દિવસથી ગરમ પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો થયો છે, આગામી દિવસોમાં થોડા સમય માટે વરસાદની કોઈ આગાહી નથી. 


 




આ રાજ્યોમાં સૌથી વધુ ગરમી પડશે
ઉત્તર-પશ્ચિમ ભારતમાં માર્ચ 2022 દરમિયાન છેલ્લા 122 વર્ષોમાં સૌથી વધુ સરેરાશ મહત્તમ તાપમાન 30.73 °C છે. પહેલાં સૌથી વધુ તાપમાન 2004માં 30.67 °C હતું. સરેરાશ લઘુત્તમ તાપમાન 15.26 °C છે અને બીજા ક્રમે સૌથી વધુ છે. તે જ સમયે, સરેરાશ તાપમાન 22.99 ડિગ્રી સેલ્સિયસ સાથે બીજા ક્રમે છે. છેલ્લા 122 વર્ષમાં સૌથી વધુ 2010માં 23.01 ડિગ્રી હતું. આ વખતે દેશના જે ભાગોમાં ગરમી વધુ પડશે તે છે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને ગુજરાત. 



ગરમીના કારણે લોકોની હાલત કફોડી બની
મોટી વાત એ છે કે આ વખતે પશ્ચિમ હિમાલયમાં માર્ચમાં પણ રેકોર્ડ તાપમાન નોંધાયું છે. એપ્રિલ મહિનામાં જ ગરમીના કારણે લોકોની હાલત કફોડી બની રહી છે. દિલ્હીના હુમાયુના મકબરાની મુલાકાત લેવા આવેલા કેટલાક લોકો સાથે વાત કરી, જેમણે કહ્યું કે તેઓ ઘરની બહાર નીકળ્યા છે, હજુ પણ ફર્યા  નથી અને હાલત ખરાબ થઈ ગઈ છે.