ચેન્નાઇઃ સાઉથ સુપરસ્ટાર રજનીકાંતે અંતે પોતાની રાજકીય કેરિયર શરૂ કરવાનુ નક્કી કરી લીધુ છે. છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલા સસ્પેન્સ પરથી પડદો ઉઠાવી દીધો છે. આ વર્ષ 31 ડિસેમ્બરે રજનીકાંત પોતાની રાજકીય પાર્ટીની જાહેરાત કરશે, અને પછી આગામી જાન્યુઆરી તેને લૉન્ચ કરશે. આ જાણકારી રજનીકાંતે ખુદ ટ્વીટ કરીને આપી છે.

રજનીકાંતની રાજકારણમાં આવવાની ચર્ચા છેલ્લા કેટલાય સમયથી છે. ખરેખરમાં તામિલનાડુમાં એપ્રિલ-મે 2021માં વિધાનસભા ચૂંટણી થવાની છે. ગયા મહિને રજનીકાંતે કહ્યું હતુ કે 2016માં અમેરિકામાં તેનુ ઓપરેશન થઇ ચૂક્યુ છે, અને કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખીને ડૉક્ટરો તેને રાજનીતિમાં પ્રવેશના કરવાની ના પાડી છે.



2017માં આધ્યાત્મિક રાજનીતિ કરવાની જાહેરાત કરી હતી
રજનીકાંતે 31 ડિેસેમ્બર, 2017એ આધ્યાત્મિક રાજનીતિ કરવા અને 2021માં તામિલનાડુની તમામ 234 વિધાસભા બેઠકો પર ચૂંટણી લડવા માટે એક રાજકીય પાર્ટીનુ ગઠન કરવાના પોતાના ફેંસલાની જાહેરાત કરી હતી. તે સમયે રજનીકાંતે કહ્યું હતુ કે રાજનીતિમાં તેનો પ્રવેશ સમયની માંગ છે, કેમકે દેશની રાજનીતિ ખોટી દિશામાં જઇ રહી છે.