નવી દિલ્હીઃ રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (એનપીઆર) પ્રક્રિાયા પર રોક લગાવવાને લઇને સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો છે, જોકે, કોર્ટે નાગરિકતા સંશોધન કાયદા (સીએએ) અને એનપીઆરને લઇને દાખલ કરવામાં આવેલી અરજીઓને લઇને કેન્દ્ર સરકારને નૉટિસ ફટકારી છે. એનપીઆર પર રોક લગાવવા માટે સોમવારે જનહિત અરજી દાખલ કરવામાં આવી હતી.

આ જનહિત અરજીમાં તર્ક આપવામાં આવ્યો હતો કે, આધારમાં ડેટાની સિક્યૂરિટીની ગેરંટી છે, પણ નાગરિકતા (નાગરિકોનુ રજિસ્ટ્રેશન અને રાષ્ટ્રીય ઓળખ કાર્ડ જાહેર કરવુ) નિયમાવલી, 2003 અંતર્ગત એકઠી કરવામાં આવેલી માહિતીનો દુરપયોગથી કોઇની પણ સુરક્ષાની ગેરંટી નથી.



સુપ્રીમ કોર્ટે એનપીઆઇ પ્રક્રિયા પર રોક લગાવવાનો ઇનકાર કરી દીધો છે અને સીએએના અન્ય મામલાઓની સાથે સાથે તે દલીલોને પણ ટેગ કરવામાં આવી છે જેના પર પછીથી સુનાવણી થવાની છે.

એનપીઆર અરજીમાં કહેવામાં આવ્યુ છે કે રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (એનપીઆર) માટે જે માહિતી એકઠી કરવામાં આવશે, તેનો દુરપયોગથી બચાવાની કોઇ ગેરંટી નથી.