શોધખોળ કરો

પિરિયડ લિવ પર થયેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી, જાણો CJIએ કેમ સુનાવણીનો કર્યો ઇન્કાર

સુપ્રીમ કોર્ટે વિદ્યાર્થીનીઓ અને વર્કિગ મહિલાઓ માટે પિરિયડ લિવ માંગતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. CJI સૂર્ય કાંતે કહ્યું કે, આવી અરજીઓ મહિલાઓને નબળી પાડવાનું વાતાવરણ બનાવી શકે છે.

"સરકાર પાસે જાઓ..." સુપ્રીમ કોર્ટે દેશભરની વિદ્યાર્થીનીઓ અને કામ કરતી મહિલાઓ  પિરિયડ લિવની રજા માંગતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. આ મામલો મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેંચ સમક્ષ ઉઠાવવામાં આવ્યો હતો. આ અરજી શૈલેન્દ્ર મણિ ત્રિપાઠી દ્વારા દાખલ કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન, મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું, "આવી અરજીઓ ક્યારેક મહિલાઓને નબળા અને કમતર તરીકે દર્શાવવાનું વાતાવરણ બનાવે છે. આવી અરજીઓ નોકરી આપનાર કંપનીઓમાં પણ એક અલગ જ વલણ પેદા કરે છે.

મહિલાઓને જવાબદાર હોદ્દા આપવામાં અનિચ્છા થશે...
અરજીની સુનાવણી દરમિયાન, CJI સૂર્ય કાંતે એમ પણ નોંધ્યું હતું કે, જો આવી વ્યવસ્થા ફરજિયાત બનાવવામાં આવે, તો નોકરીદાતાઓ મહિલાઓને જવાબદાર હોદ્દા આપવામાં અચકાશે. એક ઉદાહરણ આપતા, તેમણે કહ્યું કે ન્યાયિક સેવામાં પણ, મહિલાઓને નિયમિત ટ્રાયલ જેવા મહત્વપૂર્ણ કાર્યો સોંપવામાં ટાળી શકાય છે, જે તેમની કારકિર્દી પર અસર કરી શકે છે.

શું નોકરીદાતાઓ આનાથી ખુશ થશે?
ન્યાયાધીશ જોયમલ્યા બાગચીએ આ મુદ્દાના આર્થિક અને વ્યવહારુ પાસાઓ તરફ પણ ધ્યાન દોરતા પૂછ્યું, "બિઝનેસ મોડેલ વિશે વિચારો. શું નોકરીદાતાઓ આનાથી ખુશ થશે?" અરજદારનું પ્રતિનિધિત્વ કરતા વકીલે દલીલ કરી હતી કે, કેરળ, કર્ણાટક અને ઓડિશા જેવા રાજ્યોમાં, કેટલીક સંસ્થાઓ પિરિયડ લિવની છૂટ  આપે છે, તેથી તેનો દેશભરમાં અમલ કરી શકાય છે.

આ એક નીતિગત નિર્ણય છે, તમારે સરકારનો સંપર્ક કરવો જોઈએ.
જોકે, બેન્ચે જણાવ્યું હતું કે, આ એક નીતિગત નિર્ણય છે અને તેના પર નિર્ણય લેવાની જવાબદારી સરકારની છે. કોર્ટે અરજદારને કહ્યું કે, આ સરકારને વિચાર કરવાનો વિષય છે. તમારે સરકારનો સંપર્ક કરવો જોઈએ. આ આધારે, બેન્ચે અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટ દેશભરની તમામ કામ કરતી મહિલાઓ અને વિદ્યાર્થીનીઓને માસિક ધર્મ સંબંધિત સમસ્યાઓ માટે રજા માંગતી અરજી પર સુનાવણી કરી રહી હતી. અરજદાર શૈલેન્દ્ર મણિ ત્રિપાઠીએ દલીલ કરી હતી કે, મેટરનિટી લિવ મળે  છે, પરંતુ માસિક ધર્મ માટે નહીં. કેટલાક રાજ્યો અને કંપનીઓએ પહેલાથી જ દર મહિને બે દિવસની રજાની જોગવાઈ કરી છે. કોર્ટે બધા રાજ્યોને આવા નિયમો લાગુ કરવાનો નિર્દેશ આપવો જોઈએ

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Trending video: ચોરી કરવા ગયેલા ચોરની ગરદન શટરમાં ફસાઈ ગઈ; વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો
Trending video: ચોરી કરવા ગયેલા ચોરની ગરદન શટરમાં ફસાઈ ગઈ; વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો
Cylinder Delivery Issue: સિલિન્ડર મળ્યો નથી અને મોબાઈલ પર આવ્યો છે 'ડિલિવર્ડ' મેસેજ? જાણો સંપૂર્ણ ખેલ
Cylinder Delivery Issue: સિલિન્ડર મળ્યો નથી અને મોબાઈલ પર આવ્યો છે 'ડિલિવર્ડ' મેસેજ? જાણો સંપૂર્ણ ખેલ
સિલિન્ડરની ઝંઝટમાંથી હવે મળશે કાયમી મુક્તિ: જાણો સરકારનો દરેક ઘરમાં PNG પાઇપલાઇન પહોંચાડવાનો મેગા પ્લાન
સિલિન્ડરની ઝંઝટમાંથી હવે મળશે કાયમી મુક્તિ: જાણો સરકારનો દરેક ઘરમાં PNG પાઇપલાઇન પહોંચાડવાનો મેગા પ્લાન
દેશમાં એકસાથે અનેક સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ સુધી ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી
દેશમાં એકસાથે અનેક સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ સુધી ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : એપ્રિલમાં અગનવર્ષા
Hun To Bolish : હું તો બોલીશ : નીતિ-રીતિથી નારાજ?
Gujarat Local Body Election 2026: સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં 128 બેઠકો બિનહરીફ થઈ
Mansukh Vasava : મારા બદલે સારા કાર્યકરોને ચૂંટણી લડવાનો મોકો મળે, વસાવાનું મોટું એલાન
Asha Bhosle Passes Away : જાણીતા ગાયિકા આશા ભોંસલેનું નિધન, 92 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat local body elections: સુરતમાં AAPના ઉમેદવારોનો વિરોધ, તો અડાજણમાં કોળી પટેલને ટિકિટ ન અપાતા આક્રોશ
Gujarat local body elections: સુરતમાં AAPના ઉમેદવારોનો વિરોધ, તો અડાજણમાં કોળી પટેલને ટિકિટ ન અપાતા આક્રોશ
Surendranagar: સુરેન્દ્રનગરમાં ટ્રક ચાલકે 10 પદયાત્રીને કચડ્યા, ઘટનાસ્થળે જ સાતના કમકમાટીભર્યા મોત
Surendranagar: સુરેન્દ્રનગરમાં ટ્રક ચાલકે 10 પદયાત્રીને કચડ્યા, ઘટનાસ્થળે જ સાતના કમકમાટીભર્યા મોત
Silver Price Crash: અચાનક ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, 6000 રૂપિયા થઈ સસ્તી
Silver Price Crash: અચાનક ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, 6000 રૂપિયા થઈ સસ્તી
Surat News: સુરતમાં પ્રસાદના લાડુમાં ઝેર ભેળવી આખા પરિવારને ખતમ કરવાનો પ્રયાસ, પાંચની અટકાયત
Surat News: સુરતમાં પ્રસાદના લાડુમાં ઝેર ભેળવી આખા પરિવારને ખતમ કરવાનો પ્રયાસ, પાંચની અટકાયત
IPL 2026: 'હિટમેન' રોહિત શર્માનો મોટો રેકોર્ડ, IPL ઇતિહાસમાં આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો બીજો બેટ્સમેન બન્યો
IPL 2026: 'હિટમેન' રોહિત શર્માનો મોટો રેકોર્ડ, IPL ઇતિહાસમાં આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો બીજો બેટ્સમેન બન્યો
ટ્રમ્પની ધમકીનો ખૌફ! પ્રી-ઓપન સત્રમાં શેરબજારમાં 4500 થી વધુ પોઇન્ટનો કડાકો
ટ્રમ્પની ધમકીનો ખૌફ! પ્રી-ઓપન સત્રમાં શેરબજારમાં 4500 થી વધુ પોઇન્ટનો કડાકો
Cylinder Delivery Issue: સિલિન્ડર મળ્યો નથી અને મોબાઈલ પર આવ્યો છે 'ડિલિવર્ડ' મેસેજ? જાણો સંપૂર્ણ ખેલ
Cylinder Delivery Issue: સિલિન્ડર મળ્યો નથી અને મોબાઈલ પર આવ્યો છે 'ડિલિવર્ડ' મેસેજ? જાણો સંપૂર્ણ ખેલ
હોર્મુઝ પર વધ્યું સંકટ, આજથી ઈરાની પોર્ટને કરાશે બ્લોક, અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે કરી જાહેરાત
હોર્મુઝ પર વધ્યું સંકટ, આજથી ઈરાની પોર્ટને કરાશે બ્લોક, અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે કરી જાહેરાત
Embed widget