નવી દિલ્લી: ભારતીય સેના તરફથી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં કરવામાં આવેલા સર્જિકલ સ્ટ્રાઈકને લઈને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ નરેંદ્ર મોદી પર નિશાન સાધ્યું છે.

રાહુલ ગાંધીએ દિલ્લીના જતર મંતર ઉપરથી નિવેદન આપ્યું હતું કે, પીએમ મોદી સર્જિકલ સ્ટ્રાઈલ પર રાજનીતિ કરી રહ્યા છે. તે (પીએમ મોદી) સેનાના જવાનોના લોહીની દલાલી કરે છે. તેમને મોદી પર નિશાન સાધતા કહ્યું કે મોદી જવાનોના પાછળ સંતાઈને લોકોને ગુમરાહ કરવાની કોશિશ કરી રહ્યા છે. પીએમ મોદીએ લોકોને અંદરોઅંદર ઝઘડાવ્યા સિવાય બીજી કંઈ કર્યું નથી.