ભારતે પ્રથમ કાર્યવાહીમાં બુધવારે રાત્રે આતંકવાદીના ઠેકાણા પર સર્જિકલ હુમલા કર્યા હતા, આ સાથે સેનાએ પાકિસ્તાન અધિકૃત ક્શમીરમાં ભારતમાં ધુસપેઠની કાર્યવાહી કરી રહેલા આતંકવાદીઓને ભારે નુકશાન પહોંચાડ્યું હતું. થોડા દિવસ પહેલા વડાપ્રધાન મોદીએ ચેતાવણી આપી હતી કે ઉરી હુમલાના જવાબદારો પર કાર્યવાહી કરવામાં આવશે. ભારતીય સેનાના વિશેષ દળોએ 28 અને 29 સપ્ટેમ્બરના રાત્રીના લગભગ પાંચ કલાક ચાલેલા અભિયાનમાં નિયંત્રણ રેખાની પાર આતંકીઓને ઠેકાણાને નાબૂદ કરી દિધા હતા. આ દરમિયાન હેલીકૉપ્ટર સવાર અને જમીની દળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
રાહુલ ગાંધીએ PM મોદીની કરી પ્રશંસા, કહ્યું અઢી વર્ષમાં પ્રથમ વખત કરી પ્રશંસનીય કામગીરી
abpasmita.in | 30 Sep 2016 10:01 PM (IST)
નવી દિલ્લી: સીમા પાર ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા આતંકીઓ પર સર્જિકલ સ્ટ્રઈકને કારણે કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેંદ્ર મોદીની પ્રશંસા કરી હતી. રાહુલ ગાંધીએ સર્જિકલ સ્ટ્રાઈક પર કહ્યું કે વડાપ્રધાન મોદીએ અઢી વર્ષમાં પ્રથમ વખત એક વડાપ્રધાન તરીકે પ્રશંસનીય કામગીરી કરી છે. મોદીને મારૂ પૂરતું સર્મથન છે, કૉંગ્રસ પાર્ટી અને સમગ્ર દેશ તેમની સાથે છે. તેમણે વધુમાં કહ્યું કે આતંકવાદી વિરૂધ્ધ વડાપ્રધાનની કાર્યવાહી એકદમ સાચો નિર્ણય છે.