નવી દિલ્હી: કૉંગ્રેસના મહિલા વિભાગના અધ્યક્ષ સુષ્મિતા દેવે પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે. સુસ્મિતા દેવે પાર્ટીની પ્રાથમિક સદસ્યતા પરથી રાજીનામું આપી દિધુ છે. ત્યારબાદ તેઓ તૃણમૂલ કૉંગ્રેસમાં સામેલ થયા છે. આ સમયે ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ અને સીએમ મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી હાજર રહ્યા હતા.


સૂત્રો મુજબ, અખિલ ભારતીય મહિલા કૉંગ્રેસની અધ્યક્ષ સુષ્મિતાએ 15 ઓગસ્ટે પાર્ટી પ્રમુખ સોનિયા ગાંધીને પોતાનું રાજીનામું મોકલ્યું હતું. તેઓ આસામના સિલચરથી લોકસભા સભ્ય રહ્યા છે.


ગત સપ્તાહે જ સુષ્મિતા દેવ આસામ કૉંગ્રેસની નવી ટીમ સાથે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને મળવા ગયા હતા. એટલું જ નહી તેમણે દિલ્હી એરપોર્ટ પર રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી જ્યારે રાહુલ શ્રીનગરથી પરત ફર્યા હતા.


સૂત્રોએ જણાવ્યું કે તૃણમૂલમાં સામેલ થયા બાદ સુષ્મિતા હવે ત્રિપુરાની પાર્ટી પ્રભારી બની શકે છે જ્યાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. અહીં ટીએમસી પોતાની તમામ તાકાત લગાવી છે. આસામ રાજ્યમાંથી આવતા અને મૂળ બંગાળી સુષ્મિતા દેવના પિતા સ્વર્ગીય સંતોષ મોહન દેવ પાંચ વખત સિલચર સીટ સિવાય બે વખત ત્રિપુરા પશ્ચિમ સીટથી લોકસભા ચૂંટણી જીતી ચૂક્યા છે.


જણાવી દઈએ કે આ વર્ષે જ આસામ વિધાનસભા ચૂંટણી સમયે એઆઈયૂડીએફ  સાથે ગઠબંધનનમાં બેઠકોની વહેંચણીથી સુષ્મિતા દેવ નારાજ થયા હતા અને તેમણે પાર્ટી છોડવાની ધમકી આપી હતી.


India Coronavirus Updates: 6 દિવસ બાદ કોરોનાના 35 હજારથી ઓછા કેસ નોંધાયા, 24 કલાકમાં 417ના મોત



ભારતમાં કોરોના ચેપના દૈનિક કેસોમાં ઉતાર-ચડાવ છે. હવે ફરી એકવાર છ દિવસ બાદ 35 હજારથી ઓછા કેસ નોંધાયા છે. સોમવારે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 32,937 નવા કોરોના કેસ આવ્યા છે અને 417 ચેપગ્રસ્ત લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એક દિવસ પહેલા 9 ઓગસ્ટના રોજ 28,204 કેસ નોંધાયા હતા. તે જ સમયે દેશભરમાં છેલ્લા 24 કલાકમાં 35,909 લોકો કોરોનાથી સાજા થયા છે. એટલે કે ગઈકાલે 3389 એક્ટિવ કેસ ઓછા થયા છે.



કોરોનાના કુલ કેસ



કોરોના મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ ત્રણ કરોડ 22 લાખ 25 હજાર લોકોને ચેપ લાગ્યો છે. આમાંથી 4 લાખ 31 હજાર 642 લોકોના મોત થયા છે. સારી વાત એ છે કે અત્યાર સુધીમાં 3 કરોડ 14 લાખ 11 હજાર લોકો સાજા થયા છે. દેશમાં કોરોના એક્ટિવ કેસોની સંખ્યા હવે ચાર લાખથી ઓછી છે. કુલ 3 લાખ 81 હજાર લોકો હજુ પણ કોરોના વાયરસથી સંક્રમિત છે, જેમની સારવાર ચાલી રહી છે.