શોધખોળ કરો

બંગાળમાં મુસ્લિમો OBC અનામતમાંથી બહાર! CM સુવેન્દુએ 16 વર્ષ જૂની સિસ્ટમ કેવી રીતે બદલી?

Suvendu Adhikari OBC Reservation: પશ્ચિમ બંગાળમાં 17% થી ઘટાડીને 7% કરાયું OBC અનામત, મમતા બેનર્જી સરકારે આપેલો લાભ રદ; જાણો શું હતો હાઈકોર્ટનો આદેશ અને કેવી રીતે રમાઈ રાજકીય રમત.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રાજ્યમાં OBC અનામત 17% થી ઘટાડી 7% કરાયું.
  • 2010 પહેલાની મૂળ OBC યાદી ફરી લાગુ કરાઈ.
  • ધર્મ આધારિત OBC કેટેગરી (A અને B) નાબૂદ.
  • મુસ્લિમ સમુદાયના 74 પેટા-જાતિઓને OBCમાંથી બાકાત.

Suvendu Adhikari OBC Reservation: પશ્ચિમ બંગાળના રાજકારણમાં OBC અનામતને લઈને એક મોટો અને ઐતિહાસિક બદલાવ આવ્યો છે. રાજ્યના નવા મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ OBC અનામતને 17 ટકાથી ઘટાડીને સીધું 7 ટકા કરી દીધું છે. આ નિર્ણયથી સૌથી મોટો ઝટકો મુસ્લિમ સમુદાયને લાગ્યો છે, કારણ કે તેમને OBC અનામતમાંથી મોટાભાગે બાકાત કરી દેવાયા છે. સરકારે વર્ષ 2010 પહેલાની મૂળ OBC યાદી ફરીથી લાગુ કરી છે, જેમાં માત્ર 66 જાતિઓ જ સામેલ હતી. નવી સરકારની પહેલી જ કેબિનેટ બેઠકમાં લેવાયેલા આ નિર્ણયથી ધર્મના આધારે બનેલી OBC કેટેગરી (OBC-A અને OBC-B) સંપૂર્ણપણે ખતમ થઈ ગઈ છે. ચાલો સમજીએ કે આખી રમત શું છે અને તેની શરૂઆત ક્યાંથી થઈ હતી.

2010 પહેલા અને પછી શું બદલાયું?

વર્ષ 2010 સુધી બંગાળની OBC યાદીમાં માત્ર 66 જાતિઓ હતી, જે સામાજિક અને આર્થિક પછાતપણાના આધારે નક્કી કરાઈ હતી. પરંતુ સપ્ટેમ્બર 2010માં વિધાનસભા ચૂંટણી પહેલા તત્કાલીન ડાબેરી સરકારે વોટબેંક માટે આમાં 42 નવી જાતિઓ ઉમેરી અને અનામતને બે ભાગમાં વહેંચી દીધું: 10% (OBC-A) અને 7% (OBC-B). ત્યારબાદ 2012માં સત્તા પર આવેલી મમતા બેનર્જીની ટીએમસી (TMC) સરકારે આ યાદીમાં વધુ 35 જાતિઓ ઉમેરી. આ રીતે કુલ 77 નવી જાતિઓ ઉમેરાઈ, જેમાંથી 75 મુસ્લિમ સમુદાયની હતી. આનાથી રાજ્યમાં OBC અનામત વધીને 17% થઈ ગયું અને બંગાળની 80% મુસ્લિમ વસ્તી આમાં કવર થઈ ગઈ.

કોલકાતા હાઈકોર્ટે કેવી રીતે પકડી આ 'રમત'?

22 મે, 2024ના રોજ કોલકાતા હાઈકોર્ટે એક મોટો ચુકાદો આપ્યો. કોર્ટે 2010 પછી ઉમેરાયેલી 77 જાતિઓના અનામતને ગેરબંધારણીય ગણાવીને રદ કરી દીધું. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે આ સમુદાયોને માત્ર ધર્મના આધારે OBC જાહેર કરાયા હતા અને આ બધું ચૂંટણીના વચનો પૂરા કરવા માટે ઉતાવળમાં કરાયું હતું. આ ચુકાદાથી 2010 પછી ઈશ્યુ થયેલા આશરે 1.2 મિલિયન (12 લાખ) OBC સર્ટિફિકેટ રદ થઈ ગયા. જોકે, જેમને આના આધારે નોકરી મળી ગઈ હતી તેમને કોઈ અસર નહીં થાય તેવી સ્પષ્ટતા પણ કોર્ટે કરી હતી.

આ પણ વાંચોઃ બંગાળમાં સુવેન્દુ અધિકારી બન્યા મુખ્યમંત્રી, અભિષેક બેનર્જીએ કહ્યું - ‘બંગાળ અને દિલ્હીમાં હવે...’

મમતાનો વિરોધ અને સુવેન્દુ સરકારનો નવો નિર્ણય

મમતા બેનર્જીએ હાઈકોર્ટનો આદેશ માનવાનો ઈન્કાર કરીને સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. પરંતુ 2026ની વિધાનસભા ચૂંટણીમાં સત્તા પરિવર્તન થતાં જ મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીની ભાજપ સરકારે એક્શન લીધા. તેમણે સુપ્રીમ કોર્ટમાંથી મમતા સરકારની અરજી પાછી ખેંચી લીધી. 19 મે, 2026ના રોજ નવી સરકારે 2010 પહેલાની જૂની 66 જાતિઓ વાળી યાદી ફરી લાગુ કરી દીધી. અનામત 17% થી ઘટાડીને 7% કરી નાખ્યું અને ધર્મ આધારિત કેટેગરીઓ નાબૂદ કરી દીધી. નવી યાદીમાંથી 74 પેટા-જાતિઓ હટાવી દેવાઈ, જેમાં મોટાભાગની મુસ્લિમ હતી. હવે માત્ર ત્રણ મુસ્લિમ સમુદાયો (પહરિયા, હજ્જમ અને ચૌદલી) જ OBCમાં રહ્યા છે, બાકી પરંપરાગત અને સામાજિક સમુદાયોનો સમાવેશ થાય છે.

આ નિર્ણયની શું અસર થશે?

આ નિર્ણયની સૌથી મોટી અસર શિક્ષણ અને નોકરીઓ પર પડશે. અગાઉ રાજ્યના 80% મુસ્લિમોને જે અનામતનો લાભ મળતો હતો, તે હવે બંધ થઈ જશે. શિક્ષણ વિભાગે એડમિશન પોર્ટલમાં પણ OBC ક્વોટા ઘટાડીને 7% કરી દીધો છે. નિષ્ણાતોના મતે, આનાથી જાતિ સમીકરણોમાં મોટો બદલાવ આવશે. ઉચ્ચ શિક્ષણ અને સરકારી નોકરીઓમાં મુસ્લિમ સમુદાયનું પ્રતિનિધિત્વ ઘટી શકે છે કારણ કે હવે તેમને જનરલ કેટેગરીમાં સ્પર્ધા કરવી પડશે.

આ પણ વાંચોઃ બંગાળમાં લોહીયાળ ખેલ: સુવેન્દુ અધિકારીના PAની જાહેરમાં ગોળી મારી હત્યા, મધ્યગ્રામમાં હડકંપ

અનામત કરતા મોટું રાજકારણ

સુવેન્દુ સરકારનું કહેવું છે કે તેમણે માત્ર હાઈકોર્ટના આદેશનું પાલન કર્યું છે અને જૂની સરકારોએ હિન્દુ પછાત વર્ગનો હક છીનવીને વોટબેંક માટે મુસ્લિમોને અનામત આપ્યું હતું. સામે પક્ષે TMC આ નિર્ણયને 'મુસ્લિમ વિરોધી' અને 'સામાજિક ન્યાય વિરુદ્ધ' ગણાવી રહી છે, જ્યારે ભાજપ તેને 'તુષ્ટિકરણના રાજકારણનો અંત' કહી રહ્યો છે. ટૂંકમાં, આ આખો મામલો માત્ર અનામતનો નથી, પણ તેનાથી વધુ રાજકારણનો છે જેની શરૂઆત 2010માં થઈ હતી અને 2026માં સત્તા બદલાતા જ તેનો અંત આવ્યો છે.

Frequently Asked Questions

પશ્ચિમ બંગાળમાં OBC અનામતનો મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી દ્વારા શું નિર્ણય લેવાયો છે?

મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ OBC અનામત 17% થી ઘટાડીને 7% કરી દીધું છે. આ નિર્ણયથી ધર્મના આધારે બનેલી OBC કેટેગરી (OBC-A અને OBC-B) નાબૂદ કરવામાં આવી છે.

આ OBC અનામતના ફેરફારથી સૌથી વધુ અસર કોને થશે?

આ નિર્ણયથી સૌથી મોટો ઝટકો મુસ્લિમ સમુદાયને લાગ્યો છે, કારણ કે તેમને OBC અનામતમાંથી મોટાભાગે બાકાત કરી દેવાયા છે. જે સમુદાયોને 2010 પછી OBC જાહેર કરાયા હતા તેમને અસર થશે.

કોલકાતા હાઈકોર્ટે 2010 પછી ઉમેરાયેલી OBC જાતિઓ વિશે શું ચુકાદો આપ્યો હતો?

કોલકાતા હાઈકોર્ટે 2010 પછી ઉમેરાયેલી 77 જાતિઓના અનામતને ગેરબંધારણીય ગણાવીને રદ કર્યું હતું. કોર્ટે કહ્યું કે આ જાતિઓને માત્ર ધર્મના આધારે OBC જાહેર કરાયા હતા.

નવી સુવેન્દુ સરકાર દ્વારા 2010 પહેલાની OBC યાદી ફરી લાગુ કરવાનો શું અર્થ છે?

આનો અર્થ છે કે હવે માત્ર 2010 પહેલાની મૂળ OBC યાદીમાં સમાવિષ્ટ 66 જાતિઓ જ અનામત માટે પાત્ર ગણાશે. આનાથી અનામતનો લાભ મેળવનાર જાતિઓની સંખ્યા ઘટી છે.

આ OBC અનામતના ફેરફારની શિક્ષણ અને નોકરીઓ પર શું અસર થશે?

આ નિર્ણયની સૌથી મોટી અસર શિક્ષણ અને નોકરીઓ પર પડશે. અગાઉ જે મુસ્લિમ સમુદાયને OBC અનામતનો લાભ મળતો હતો તે હવે બંધ થશે, જેનાથી તેમનું પ્રતિનિધિત્વ ઘટી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

CJP Protest: આજે કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન, પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે દિલ્હી પહોંચ્યા
CJP Protest: આજે કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન, પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે દિલ્હી પહોંચ્યા
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
નોઇડા સેક્ટર-75ની Ivy County સોસાયટીમાં ભયંકર આગ, ફ્લેટ બળીને ખાક, જાણો અપડેટ્સ
નોઇડા સેક્ટર-75ની Ivy County સોસાયટીમાં ભયંકર આગ, ફ્લેટ બળીને ખાક, જાણો અપડેટ્સ
Advertisement

વિડિઓઝ

PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ
PM Modi on Congress: સુરતમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
Amit Khunt suicide case: અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Morbi: મોરબીના હળવદ પાસે ગમખ્વાર અકસ્માત, ડમ્પર પાછળ કાર ઘૂસી જતા પાંચના મોત
Morbi: મોરબીના હળવદ પાસે ગમખ્વાર અકસ્માત, ડમ્પર પાછળ કાર ઘૂસી જતા પાંચના મોત
CJP Protest: આજે કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન, પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે દિલ્હી પહોંચ્યા
CJP Protest: આજે કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન, પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે દિલ્હી પહોંચ્યા
Gold-Silver Rate: સોનાના ભાવમાં થયો મોટો ઘટાડો, ચાંદીની કિંમતમાં કેટલો થયો ઘટાડો?
Gold-Silver Rate: સોનાના ભાવમાં થયો મોટો ઘટાડો, ચાંદીની કિંમતમાં કેટલો થયો ઘટાડો?
CBSE: CBSEએ વિદ્યાર્થીઓને આપી રાહત, ધોરણ-12ના વેરિફિકેશન અને રી-ઈવેલ્યૂએશનની અંતિમ તારીખમાં કરાયો વધારો
CBSE: CBSEએ વિદ્યાર્થીઓને આપી રાહત, ધોરણ-12ના વેરિફિકેશન અને રી-ઈવેલ્યૂએશનની અંતિમ તારીખમાં કરાયો વધારો
IND vs AFG Live Streaming: આજથી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટેસ્ટ, જાણો કઈ ચેનલ પર જોઈ શકશો લાઈવ મેચ?
IND vs AFG Live Streaming: આજથી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટેસ્ટ, જાણો કઈ ચેનલ પર જોઈ શકશો લાઈવ મેચ?
Virat Kohli: વિરાટ કોહલીની ઈજા ગંભીર, અફઘાનિસ્તાન બાદ ઈગ્લેન્ડ પ્રવાસમાંથી પણ થઈ શકે છે બહાર
Virat Kohli: વિરાટ કોહલીની ઈજા ગંભીર, અફઘાનિસ્તાન બાદ ઈગ્લેન્ડ પ્રવાસમાંથી પણ થઈ શકે છે બહાર
T20 કેપ્ટન બન્યા પછી શ્રેયસ ઐયર સામે હશે આ 3 મુખ્ય પડકારો; વૈભવ સૂર્યવંશી અંગે લેવો પડશે મોટો નિર્ણય
T20 કેપ્ટન બન્યા પછી શ્રેયસ ઐયર સામે હશે આ 3 મુખ્ય પડકારો; વૈભવ સૂર્યવંશી અંગે લેવો પડશે મોટો નિર્ણય
Audi ની નવી સુપરકારે માર્કેટમાં મચાવી સનસની; લુક જોતા જ દિવાના થઈ જશો
Audi ની નવી સુપરકારે માર્કેટમાં મચાવી સનસની; લુક જોતા જ દિવાના થઈ જશો
Embed widget