Swati Maliwal: દિલ્હીના મુખ્યમંત્રી આવાસ પર આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ (Swati Maliwal) સાથે મારપીટ કરવા મામલે વિવાદ વધી રહ્યો છે. બીજેપીએ ગુરુવારે (16 મે) એક મોટો આરોપ લગાવતા કહ્યું કે માલીવાલ સાથે મારપીટ કરનાર વિભવ કુમાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Delhi CM Arvind Kejriwal)ની સાથે ફરી રહ્યો છે. ભાજપના નેતા ગૌરવ ભાટિયાએ કહ્યું કે વિભવ કુમાર ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં કેજરીવાલ સાથે જોવા મળ્યો છે .






ગૌરવ ભાટિયાએ કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું નિવાસસ્થાન ગુંડાગીરીનું ઘર બની ગયું છે. જેલના સીએમ પહેલા જામીન પર બહાર આવનારા સીએમ બન્યા અને હવે 4 જૂને તેઓ ફેઈલ સીએમ બનશે. બીજેપી નેતાએ કહ્યું કે જ્યારે અરવિંદ કેજરીવાલે લખનઉમાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે તેમણે સ્વાતિ માલીવાલ વિશે એક પણ શબ્દ બોલ્યા ન હતા. અખિલેશ પણ ત્યાં બેઠા હતા, તેમને પણ મહિલાઓના સન્માનની ચિંતા નથી.






કેજરીવાલ સાથે લખનઉમાં વિભવ કુમારઃ  ભાજપ


બીજેપી નેતાએ કહ્યું કે અરવિંદ કેજરીવાલના પીએ સામે કાર્યવાહી થવી જોઈએ. તેમણે પોતે જ તેમના પીએમ વિભવ કુમાર વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. દિલ્હીના સીએમએ સ્પષ્ટ કર્યું છે કે તેમની પાસે મહિલાઓના સન્માન માટે કોઈ જગ્યા નથી. ભાટિયાએ કહ્યું કે હુમલાનો આરોપી વિભવ કુમાર સમાજવાદી પાર્ટીના કાર્યાલયમાં અરવિંદ કેજરીવાલ સાથે જોવા મળે છે. ગુરુવારે સવારે લખનઉ પહોંચ્યાની તસવીરોમાં કેજરીવાલ સાથે વિભવ કુમાર જોવા મળે છે.