Swati Maliwal Case Video: આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલના (Swati Maliwal Case Video) કેસમાં 13 મેની ઘટનાનો પહેલો વીડિયો સામે આવ્યો છે. જેમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પીએ વિભવ કુમાર પણ જોવા મળી રહ્યો છે. સુરક્ષાકર્મીઓ સ્વાતિ સાથે વાત કરી રહ્યા છે. આ દરમિયાન સ્વાતિ માલીવાલ કહી રહી છે કે તે બધાને પાઠ ભણાવશે. હું નોકરી ખાઇ જઇશ. સ્વાતિ માલીવાલ પણ વિભવને અપશબ્દો બોલતી જોવા મળી રહી છે
સ્વાતિ માલીવાલ કહી રહી છે કે મેં પોલીસને કોલ કરી દીધો છે. એવામાં પોલીસને આવવા દો. એબીપી અસ્મિતા આ વીડિયોની પુષ્ટી કરતું નથી. દિલ્હી પોલીસે આ વીડિયોની નોંધ લીધી છે.
સ્વાતિ માલીવાલે વીડિયો પર શું કહ્યું?
આ વીડિયો સામે આવતાં સ્વાતિ માલીવાલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે દર વખતની જેમ આ વખતે પણ આ રાજકીય હિટમેને પોતાને બચાવવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે.
તેણે કહ્યું હતું કે " પોતાના લોકો પાસે ટ્વિટ કરાવીને અડધી સંદર્ભ વિનાનો વીડિયો ચલાવીને એને લાગે છે કે ગુનાને અંજામ આપીને પોતાને બચાવી લેશે. કોઇ કોઇને પીટતા હોય તેવો વીડિયો બનાવી શકે છે? ઘરના અંદરની અને રૂમની સીસીટીવી ફૂટેજની તપાસ થતા જ સત્ય તમામની સામે આવશે. જેટલી હદ સુધી જવું હોય તેટલો જતો રહે, ભગવાને બધુ જ જોયું છે. એક દિવસ સત્ય દુનિયાની સામે આવશે.
આ ઘટના 13મી મેના રોજ બની હતી
નોંધનીય છે કે 13 મેના રોજ સ્વાતિ માલીવાલ સીએમ અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી હતી. દરમિયાન સ્વાતિ માલીવાલે વિભવ કુમાર પર મારપીટનો આરોપ લગાવ્યો હતો અને પોલીસ કંટ્રોલ રૂમ (PCR)ને ફોન કર્યો હતો. જોકે, તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી ન હતી.
આ પછી પોલીસે સ્વાતિ માલીવાલનો સંપર્ક કર્યો અને ત્રણ દિવસ પછી ગુરુવારે તેમનું નિવેદન નોંધ્યું હતું. આ પછી પોલીસે ગંભીર કલમો હેઠળ એફઆઈઆર નોંધી હતી. હવે પોલીસ વિભવ કુમારને શોધી રહી છે.